સીસી ફુટેજની મદદથી શખ્સને ૯૦૦૦ની રોકડ સાથે અટકમાં લીધો
જામનગર ધણશેરીની ખાડમાં દુકાનમાંથી રોકડા ૨૪ હજારની ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં સીસી ફુટેજની મદદથી પોલીસે તપાસ કરીને એક શખ્સને પકડી લીધો હતો. ધણશેરીની ખાડમાં આવેલ બાબજી સીરામીક એન્ડ સેનેટરી નામની દુકાનમાં તાજેતરમાં ટેબલના ખાનામાંથી ૨૪ હજાર રોકડની ચોરી થઇ હતી જેમાં શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી હતી આથી આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવી, સ્કવોડના પીએસઆઇ ડી.જી. રાજના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સીસી ફુટેજની ચકાસણી કરવામાં આવી હતી, કેમેરામાં કેદ શખ્સ બાબતે તપાસ લંબાવી હતી અને બાતમીદારોને આ બાબતે ફોટો મોકલી જાણ કરી હતી. દરમ્યાનમાં સ્ટાફના પ્રહલાદસિંહ, નિલેશભાઇ, જયપાલસિંહને બાતમી મળેલ કે ચોરીનો આરોપી ગીતા લોજની પાછળ હાજર છે, દરમ્યાન પંચને સાથે રાખી ઉપરોકત સ્થળે જઇને દિગ્જામ સર્કલ બાવરીવાસ ખાતે રહેતા રાજ લલ્લુભાઇ કોળીને પકડી લીધો હતો, અંગજડતી કરતા ખિસ્સામાંથી ૯ હજારની રોકડ મળી આવી હતી અને દુકાનમાં ટેબલમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.