જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા મુંબઇ ખાતે યોજાયો બ્રાસ મેક ભારત ટ્રેડફેર
સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોન્ચીંગ: વિવિધ સંસ્થાઓના હોદેદારો, કારોબારી સમિતિના સભ્યો તથા ઉદ્યોગકારમીત્રો વિશાળ સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
જામનગર ફેકટરી એનર્સ એસેસીએશન દ્વારા આગામી તા.:-૧૮ થી ૨૦ માર્ચ ૨૦૨૭ દરમ્યાન બોમ્બે એકઝીબીશન સેન્ટર, નેસ્કો, મુંબઈ ખાતે યોજાનાર બ્રાસ મેક ભારત-૨૦૨૭ ટ્રેડફેરનું લોન્ચીંગ ગત તા. ૧૬/૦૫/૨૦૨૬ ને શનિવારના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના હસ્તે, સુમેર સ્પોટર્સ કલબ, જામનગર ખાતે યોજવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અમદાવાદના રીજીયોનલ સેક્રેટરી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણિકભાઈ પી. અકબરી, જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, વિવિધ સંસ્થાઓના હોદેદારો, કારોબારી સમિતિના સભ્યો તથા ઉદ્યોગકારમીત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
સમારંભની શઆતમાં સંસ્થાના પ્રમુખ રામજીભાઈ એ. ગઢીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત તમામને આવકારી ટ્રેડફેર મુંબઈ રાખવા પાછળનું પ્રયોજન જણાવેલ કે મુંબઈ એ ભારતનું અગ્રણી વ્યાપારિક અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી જામનગરના બ્રાસઉદ્યોગકારોને નવા ગ્રાહક મેળવવા તથા નિકાશની તકો વધારવા, અત્યાધુનિક ટેકનોલોજી અને બજારના નવા ટ્રેન્ડસ અંગેની માહિતી પ્રાપ્ત કરવા તેમજ પોતાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની સાથોસાથ ઉધૌગકારોને બ્રાન્ડ વિઝિબિલિટી, માર્કેટ એકસ્પોઝર, અને બિઝનેશ એકસ્પાન્શન માટે વિશાળ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે જેનાથી નજીકના ભવિષ્યમાં નવા ઓર્ડર, વ્યાપારિક સહકાર અને ઉદ્યૌગોના સર્વાગી વિકાસને પ્રોત્સાહન મળશે અને દેશ-વિદેશના ખરીદદારો, આયાતકારો, ડીલર્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રતિનિધિઓ સાથે સીધી વ્યાવસાયીક મુલાકાત અને નેટવર્કીંગની ઉતમ તક ઉપલબ્ધ થશે. વિશેષમાં તેઓશ્રીએ જામનગરના બ્રાસઉધૌગકારોને આ ટ્રેડફેરના માધ્યમથી તેમના ઉત્પાદનો વૈશ્વિક બજાર સમક્ષ મુકવાની તક મળશે.
આ પ્રસંગે બ્રાસ મેક ભારત ટ્રેડફેર ૨૦ર૭ ના પ્રોજેકટ ચેરમેન જીગ્નેશભાઈ બી. લાવટીએ ટ્રેડફેરના આયોજન વિશે તલસ્પશી માહિતી આપી, આ સમગ્ર આયોજન માટે રચાયેલ કમીટીની ઓળખાણ આપી હતી.
ત્યારબાદ બ્રાસ મેક ભારત ટ્રેડફેર ૨૦૨૭ ના ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ સાનયાલભાઈ દેસાઈએ તેમના વકતવ્યમા જણાવેલ કે આ ટ્રેડફેરનો લાભ જામનગરના ઉદ્યોગકારમીત્રોને મળી રહે તે માટે ભારત સરકારના ખજખઊ તથા અન્ય વિભાગોનો સહગ મેળવી જયાં બ્રાસપાર્ટસની મોટાપાયે નિકાશ/વેચાણ કરવામાં આવે છે ત્યાંના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યાગો, રાજય પરિવહન વિગેરે સાહસે આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેડફેર દરમ્યાન વેન્ડર ડેવલેપમેન્ટ પ્રેગ્રામ, બી ટુ બી મીટીગ યોજવાનું તથા ઔદ્યૌગિક એકમે માટે લાભદાયી યેજનાઓ માટે વિવિધ વિષય પર સેમીનારે યોજવાનું પણ આયોજન છે.
ત્યારબાદ આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના હસ્તે બ્રાસ મેક ભારત-૨૦૨૭ નું લોન્ચીગ કરવામાં આવેલ હતું. લોન્ચીગ બાદ પુનમબેન માડમે તેમના વકતવ્યમાં ટ્રેડફેરના સુંદર આયોજન બદલ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારો તથા ટ્રેડફેર કમિટિના સભ્યોને અભિનંદન પાઠવી આ ટ્રેડફેરના આયોજનમાં જયાં પણ સહયોગની જરીયાત હોય ત્યાં સહયોગ આપવા તત્પરતા દાખવી રાજય સરકાર તથા કેન્દ્ર સરકારના ખજખઊ વિભાગને લગતી વિવિધ સહાય યોજના હેઠળ આર્થિક સહયોગ મળી રહે તે માટે પ્રયત્નો કરવા ખાતરી આપી હતી.
ત્યારબાદ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ એ. ગઢિયા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ કે. જોશી, મંત્રી મેહુલભાઈ જોબનપુત્રા, સહમંત્રી બિપીનભાઈ એ. સોરઠીયા, ખજાનચી હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર અશોકભાઈ આર. સોલંકી, એડીટર રાજુભાઈ એમ. ગાગીયાના હસ્તે પુનમબેન માડમને મેમેન્ટ અર્પણ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમનું સફળ સંકલન મંત્રી મેહુલભાઈ જોબનપુત્રાએ કરેલ જયારે સમારંભની આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ કે. જોશીએ કરેલ હતી. જયારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રચાયેલ ’બ્રાસ મેક ભારત૨૦૨૭’ કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.