જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજયી પ્રારંભ, વોર્ડ ૫ અને ૯માં આખી પેનલ વિજેતા
મતગણતરીના પ્રથમ તબક્કામાં જ ભાજપનો દબદબો; બંને વોર્ડમાં ક્લીન સ્વીપ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થતા જ ભાજપે વિજયી પ્રારંભ નોંધાવ્યો છે. સૌપ્રથમ જાહેર થયેલા વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર ૯ના પરિણામોમાં ભાજપે પ્રભાવશાળી જીત મેળવી છે.
આ બંને વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બનતા આખી પેનલ વિજેતા થઈ ગઈ છે, જે પાર્ટી માટે મજબૂત શરૂઆત માનવામાં આવી રહી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
આ વિજયી પ્રારંભ સાથે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આગળના પરિણામોને લઈને પણ આશાવાદ વધ્યો છે.