BREAKING NEWS

બંગાળ, પોંડીચેરી-આસામમાં ભાજપની ભવ્ય જીતને કાલાવડમાં ફટાકડા અને ઝાલ-મુરી સાથે વધાવાઈ

  • May 06, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળ, પોંડીચેરી-આસામમાં ભાજપની ભવ્ય જીતને કાલાવડમાં ફટાકડા અને ઝાલ-મુરી સાથે વધાવાઈ

​​​​​​​પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ અને ભવ્ય વિજયના સમાચાર વહેતા થતા જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લાના કાલાવડ ખાતે પણ ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાલાવડ તાલુકા અને શહેર ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ તેમજ ૭૬-કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે આતિશબાજી કરી આકાશ ગજવી મૂક્યું હતું. આ ઉજવણીમાં બંગાળના વિજયનો અનોખો રંગ ઉમેરવા માટે કાર્યકરો દ્વારા ખાસ ઝાલ-મુરી બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એકબીજાના મોઢા મીઠા કરાવી જીતની વધામણી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ જોડાયા હતા અને પક્ષની જીતના નારાઓ સાથે વાતાવરણને કેસરીયું બનાવી દીધું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application