BREAKING NEWS

જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફાર: બે આઈ.એ.એસ. અધિકારીઓ બદલાયા

  • May 13, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફાર: બે આઈ.એ.એસ. અધિકારીઓ બદલાયા


રાજ્ય સરકારના ૭૨ આઈએએસ અધિકારીઓના બદલી આદેશોમાં જામનગરના મનપા કમિશ્નર અને ડીડીઓની પણ બદલી


મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સ્થાને દીપેશ કેડિયાની નિમણૂક: જ્યારે ડી.ડી.ઓ. અંકિત પન્નુના સ્થાને નિશા ની નિમણૂક કરાઇ


જામનગર, તા. ૧૩, રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના ૭૨ જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુ ની બદલી કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.


આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની અમદાવાદ ખાતે નાયબ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ભરૂચથી નિશાની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.


રાજ્ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application