જામનગરના હવાઇચોક ભાનુશાળી વાસ વિસ્તારમાં એલસીબીની ટુકડીએ મકાનમાં દરોડો પાડીને બિયરના ૧૧૦ ટીન કબ્જે કર્યા છે જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા જુગારધારાના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામભાઇ ડેરવાડીયાને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં હવાઇચોક ભાનુશાળી વાસ શેરી નં. ૧ ખાતે રહેતા ભુમીત હરજીવન ગંઢાના મકાનમાંથી બીયર ટીન ૧૧૦ કિ. ૨૨ હજારનો મુદામલ મળી આવતા ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડા વખતે આરોપી નાશી છુટયો હોય જેથી શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application