BREAKING NEWS

જામનગર જિલ્લામાં મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

  • April 09, 2026 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

જામનગર તા.૯ એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના કુલ ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

આદેશમાં જણાવ્યા મુજબ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.

આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News