જામનગરના ટાઉનહોલ ખાતે સાયબર-એનડીપીએસ અંગે અવેરનેશ સેમીનાર
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી ડો. રવિ મોહન સૈનીએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૫ના રોજ એમ.પી. શાહ મ્યુનીસીપલ ટાઉનહોલ, જામનગર ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમનું સફળ આયોજન પીઆઇ એન.બી. ડાભી, પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ કરાયુ હતું.
આ સેમીનારમાં ટાઉન હોલ ખાતે ૭૦૦ જેટલા લોકોને વિવિધ પ્રકારના સયાબર ક્રાઇમ જેવા કે વીશીંગ કોલ, ફીશીંગ કોલો, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે ફ્રોડ વિશે માહીતગાર કરી તથા તેમાથી બચવાના ઉપાયો અંગેની ચર્ચા તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટસઅપ ચેનલ પર જોડાવાનો અનુરોધ કરવામાં આવેલ.
આ ઉપરાંત સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ તથા એસઓજી દ્વારા નાર્કોટીકસ અંગે લોકોમાં જાગૃતતા બાબતે માહિતગાર કરેલ અને બચવાના ઉપાયો બાબતે જણાવાયુ હતું. આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ હેડ કોન્સ કુલદીપસિંહ જાડેજાએ કર્યુ હતું.