જામનગર : શેખપાટમાં ભાઇ પર પાવડાથી હુમલો કર્યાની રાવ
જામનગર : શેખપાટમાં ભાઇ પર પાવડાથી હુમલો કર્યાની રાવ
December 12, 2025 12:28 PM
જામનગરન જીક શેખપાટ ગામમાં સંયુકત માલીકીની જમીનમાં વાવેતર કરવા બાબતે બે ભાઇ વચ્ચે ડખ્ખો થતા એક ભાઇએ પાવડા વડે બીજા પર હુમલો કર્યો હતો જેથી મામલો પોલીસમાં પહોચ્યો છે.
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા વિનોદ લવજીભાઇ નકુમ (ઉ.વ.૪૦) નામનો યુવાન ગત તા. ૧૦ના રોજ પોતાના ઘરે હતા ત્યારે આરોપી તેના ભાઇ શેખપાટમાં રહેતા રાજેશ ઘરે આવી સંયુકત માલીકીની જમીન મને કેમ વાવવા દેતા નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી હતી.
ઉપરાંત લોખંડના નાના પાવડા વડે હુમલો કરી ફરીયાદીને માથાના ભાગે તેમજ ફરીયાદના પત્નીને હાથમાં મુંઢમાર મારી ઇજા પહોચાડી હતી. વિનોદભાઇ દ્વારા આ બનાવ અંગે પંચકોશી-એમાં શેખપાટ ગામમાં રહેતા રાજેશ લવજી નકુમની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.