જામનગરમાં રોગચાળાનું પ્રમાણ વધતાં સરકારી જી.જી. હોસ્પિટલમાં તાકીદની અસરથી બે વોર્ડ શરૂ કરાયા

  • February 24, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રવર્તમાન મિશ્ર ઋતુ ના કારણે જામનગર માં રોગચાળાનું પ્રમાણ અતિશય રીતે વધી રહ્યું છે .ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ દર્દીઓ થી ઉભરાઈ રહી છે. તેમાં પણ સરકારી જી.જી. હોસ્પિટલમાં ના બાળકો ના વોર્ડ માં તો એક બેડ ઉપર બે બાળ દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે .સાથો સાથ ઓરી  નાં રોગ નું પ્રમાણ પણ ભૂલકાઓ માં વધુ જોવા મળી રહ્યું છે.ત્યારે આજે મળેલી તબીબી અધિકારીઓની બેઠક પછી યુદ્ધના ધોરણે સરકારી હોસ્પિટલમાં બે  વધારા ના વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે .અને  સાથે તબીબી સહિતના અનુસંગિક સ્ટાફ ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.


જામનગરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના પરિણામે  ઘરે ઘરે  બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સાથે જ સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે .ખાસ કરીને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અને એક બેડ ઉપર બે બાળકોને રાખીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી ઓરીના રોગનું પ્રમાણ પણ બાળકોમાં વિશેષ જોવા મળી રહ્યું છે. હાલ જીજી હોસ્પિટલમાં ઓરી ના ૧૨ બાળ દર્દીઓ દાખલ છે. તેમાંથી ચાર ની ચાર બાળ દર્દીઓને વધુ અસર હોવાનું જાણવા મળે છે.





ઓરી નો રોગ આમ તો વર્ષો જૂનો છે. પરંતુ જે ઉંમરે બાળકોમાં આ રોગ જોવા મળી રહ્યો છે તે ચિંતા ઉપજાવે  તેમ છે. ખાસ કરી ને બાળકો ન્યુમોનીયા નો ભોગ બની રહ્યા છે.જેને રિકવર થતા વાર લાગે છે. ઉપરાંત બાળકોના સામાન્ય વોર્ડ મા  બાળ દર્દીઓ ને શ્વાસની પણ તકલીફ વધુ હોવાનું જાણવા  મળે છે.


જેના અનુસંધાને આજે જામનગરમાં તબીબોની તાકીદ ની મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી,  મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી,  ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ ,  જી જી હોસ્પિટલના તબીબી અધીક્ષક તેમજ બાળ રોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ પછી આ બેઠકમાં લેવાયેલ નિર્ણય પછી જી જી હોસ્પિટલમાં તાકીદ ની  અસર થી વધારાના ૭૪ બેડ ની સુવિધા સાથે નાં વધારા નાં બે વોર્ડ  શરૂ કરી દેવા મા આવ્યા છે. આ વધારા નાં વોર્ડ મા  ૩૦ ડોક્ટરો,  ૨૩ ઇન્ટરરની ડોક્ટર, ૧૫ નર્સિંગ સ્ટાફ અને ૧૫ ચોથા વર્ગ નાં  કર્મચારી ની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.


આમ જામનગર માં રોગચાળાને કાબુમાં લેવા તંત્ર સાબદુ.બન્યું  છે .પરંતુ સ્થિતિ ને અંકુશમાં આવતા થોડા દિવસો લાગશે તેમ પણ જાણવા મળે છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application