BREAKING NEWS

જામનગરમાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓન-લાઇન ફોર્મ ભરી આપવા વ્યવસ્થા

  • April 07, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં એચ. જે. લાલ ચે૨ી. ટ્રસ્ટ-કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્વલાલ) ફાઉન્ડેશન દ્વા૨ા આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓન-લાઇન ફોર્મ ભરી આપવા વ્યવસ્થા

આજથી તા.૧૪-૦૪-૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૩૦ તથા બપોરે ૪-૩૦ થી સાંજે ૭-૩૦ વાગ્યા સુધી ફોર્મ ભરાશે

જામનગર શહેરમાં વસવાટ કરતા પરિવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની સેવાક્યિ સંસ્થા શ્રી હિ૨દાસ જીવણદાસ  લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદા૨ જીતેન્દ્વલાલ) ફાઉન્ડેશન જામનગ૨ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ગુજ૨ાત સરકાર દ્વા૨ા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ - ૨૦૦૯ ની ૧૨ (૧) ક  એટલે કે આર.ટી.ઈ.એકટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના ૨પ ટકા મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ ૧ જુન ૨૦૨પ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલા હોય તેવા બાળકોને પોતાના વિસ્તારની ત્રણ કિલોમીટ૨ની ત્રિજયામાં આવતી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

આ વિનામુલ્યે પ્રવેશ મેળવી ફ્રી શિક્ષણ અધિકાર મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો જામનગ૨ની સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષ પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. 

આગામી તા.૦૬-૦૪-૨૦૨૬ થી તા.૧૪-૦૪-૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૩૦ તથા બપોરે ૪-૩૦ થી સાંજે ૭-૩૦ વાગ્યા દરમ્યાન ત્રણબતિ પાસે આવેલા શ્રી એચ.જે.લાલ ચે૨ીટેબલ ટ્રસ્ટ કાર્યાલય (ઝુલેલાલ મંદિ૨ સામે) ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

જામનગર શહેર અને આસપાસના વિસ્તારના આર્થિક રીતે નબળા પરિવારના વિધાર્થીઓ પોતાના વિસ્તારમાં આવેલા ખાનગી શાળાઓમાં વિના મુલ્યે શિક્ષણ મેળવવા ઈચ્છતાં હોય તેમના વાલીએ જરૂરી ડોક્યુમેન્ટ અસલ સાથે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા એચ.જે. લાલ ચે૨ી. ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ ક૨ાયો છે. 

જામનગરના આર્થિક રીતે નબળા વિધાર્થીઓ કે જેઓ ફ્રિ શિક્ષણ મેળવવા માંગે છે તેવા વિધાર્થીઓએ બી.પી.એલ.કાર્ડ અથવા મામલતદારનો આવકનો દાખલો, માતા-પિતા, વિધાર્થીનું આધારકાર્ડ, વિધાર્થી અથવા વાલીની બેંકની પાસબુક, રાશનકાર્ડ, જાતીનો દાખલો, લાઈટબીલ, વાલીનું પાનકાર્ડ, વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિગેરે ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News