જામનગર: ધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે વિવિધ જગ્યાઓ માટે અરજીઓ કરી શકાશે
સંચાલક, રસોયા, મદદનીશની નિમણુક માટે તા.૪ જુન સુધી અરજી કરી શકાશે
જામનગર તા.૧ જુન, ધ્રોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યયાન ભોજન યોજના કેન્દ્રો પૈકી બીજલકા પ્રાથમિક શાળા, દેડકદડ તાલુકા શાળા, ધરમપુર પ્રાથમિક શાળાના કેન્દ્રો માટે સંચાલક, રસોયા, મદદનીશની જગ્યા માટે નિમણુક કરવાની હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા.૪ જુન સુધી અરજી કરવાની રહેશે. નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી ધ્રોલ ખાતેથી કામકાજના સમય દરમિયાન મેળવી લેવાનું રહેશે.
સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ, રસોયાની જગ્યા માટે ધોરણ ૭ પાસ તથા મદદનીશ માટે ધોરણ ૭ પાસ સુધીની શૈક્ષણિક લાયકાત તથા ઉમર મર્યાદા ૨૦ થી ૬૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમ મામલતદાર ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.