BREAKING NEWS

જામનગર : જોડિયા નજીકના દરીયામાં જોવા મળ્યો ડોલ્ફીનનો અદ્દભૂત નજારો

  • April 17, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : જોડિયા નજીકના દરીયામાં જોવા મળ્યો ડોલ્ફીનનો અદ્દભૂત નજારો


માછીમારો દ્વારા દ્રશ્યો કેમેરામાં કેદ કરાયા: લોકોમાં ઉત્સાહ


જામનગર જિલ્લામાં જોડિયા પંથક નજીક આવેલા દરીયા વિસ્તારમાં પ્રથમવાર ડોલ્ફિન માછલી નજરે પડતાં એક અનોખો અને અદભુત નજારો જોવા મળ્યો છે. સ્થાનિક માછીમારો દ્વારા આ દૃશ્ય પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે, જે હાલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે.


પ્રાપ્ત માહિતી મુજબ, જોડિયા પંથના કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા દરમ્યાન અચાનક ડોલ્ફિન ઉછળતી નજરે પડી હતી. ડોલ્ફિનના આ દુર્લભ દર્શનથી તેઓ આશ્ચર્યચકિત બની ગયા હતા, અને તરત જ આ દૃશ્ય પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધું હતું.


આ વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે, જેના કારણે આસપાસના ગામો તેમજ જામનગર જિલ્લામાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા લોકો આ અદભુત નજારો જોવા માટે જોડિયા પંથક તરફ આકર્ષાઈ રહ્યા છે. વિશેષજ્ઞો મુજબ, ડોલ્ફિન સામાન્ય રીતે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત પાણીમાં જોવા મળે છે, જેના કારણે આ ઘટના દરિયાઈ પર્યાવરણ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે. જોડિયા વિસ્તારમાં ડોલ્ફિનના આ પ્રથમ દર્શનને કારણે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આ ઘટના સમગ્ર જિલ્લામાં કુતૂહલનું કેન્દ્ર બની છે. આ અનોખી ઘટના જામનગરના દરિયાઈ પર્યાવરણ માટે શુભ સંકેત ગણાઈ રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application