BREAKING NEWS

ધ્રોલ : ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં અલીયાબાડાની દિકરી ગુજરાત રાજ્યકક્ષાએ ચમકી

  • May 06, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ : ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં અલીયાબાડાની દિકરી ગુજરાત રાજ્યકક્ષાએ ચમકી


ધ્રોલની શાળામાં અભ્યાસ કરતી શિયાર કૃપાએ ૯૯.૯૯ પીઆર મેળવ્યા


ધ્રોલના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેવી ઐતિહાસિક સિદ્ધિ શ્રી બી. એમ. પટેલ સ્કૂલની વિદ્યાર્થીનીએ હાસલ કરી છે. તાજેતરમાં જાહેર થયેલા વર્ષ ૨૦૨૬ ના ધોરણ-૧૦ના પરિણામમાં ધ્રોલની દીકરી શિયાર કૃપા લક્ષ્મણભાઇએ સમગ્ર ગુજરાત બોર્ડમાં ટોપ સ્થાન મેળવીને શાળા તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.


બી. એમ. પટેલ શૈક્ષણિક સંકુલ (વાંકીયા, ધ્રોલ) ખાતે અભ્યાસ કરતી અને અલીયાબાડામાં રહેતી શિયાર કૃપા લક્ષ્મણભાઇએ બોર્ડની પરીક્ષામાં ૬૦૦ માંથી ૫૯૩ ગુણ અને ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી એ૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.


વિદ્યાર્થીનીના વિષયવાર ગુણની વાત કરીએ તો, તેણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા અઘરા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ પૂરેપૂરા ગુણ મેળવી પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી છે. આ ઉપરાંત ગુજરાતી વિષયમાં ૯૯ ગુણ અને અંગ્રેજી વિષયમાં ૯૪ ગુણ મેળવ્યા છે.


ધ્રોલના શૈક્ષણિક ઇતિહાસને ઉજાગર કરતું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પરિણામ આવતા જ શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર ધ્રોલ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દીકરીની આ ભવ્ય સફળતા બદલ ચારેય તરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. શાળા દ્વારા વિદ્યાર્થીની તેમજ તેમના માતા-પિતાને શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application