BREAKING NEWS

જામનગર : કાલાવડના અપહરણ-પોકસોના ગુનાનો આરોપી ઝડપાયો

  • April 18, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : કાલાવડના અપહરણ-પોકસોના ગુનાનો આરોપી ઝડપાયો


ગ્રામ્ય પોલીસે ખરેડીથી પકડીને સધન પુછતાછ કરી 


કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં અપહરણ તથા પોકસોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે પકડી પાડયો છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને એસપી ડો. રવિ મોહન સૈની તથા ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના આપીને ડ્રાઇવ રાખતા કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન.બી. આંબલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વર્કઆઉટ કરી તપાસમાં હતા.


દરમ્યાન કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી કમલેશ કૈલાશ ભુરીયા રહે. તડવી ફળીયુ, જાંબવા કાલાવડના ખરેડી બસ સ્ટેન્ડ પાસે આવ્યો હોવાની હકીકત મળતા ત્યાં જઇને પકડી લીધો હતો, આરોપી કમલેશ સામે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News