BREAKING NEWS

જામનગરમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી જેલ હવાલે

  • April 13, 2026 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી જેલ હવાલે


કારખાનામાં નોકરીની લાલચ: રાજકોટના શખ્સે આપી કુકર્મ આચર્યુ : પોલીસની ત૫ાસ


જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોલીસે મુળ મોટી માટલીના હાલ રાજકોટ રહેતા આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.


માહિતી મુજબ, મુળ જામનગરની અને હાલ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આશરે દોઢ મહિના પહેલા બ્યુટી પાર્લરમાં એપોઇન્ટમેન્ટ માટે ફોન કરતા ભૂલથી અન્ય નંબર પર સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તે રાજકોટના મવડી વિસ્તારના રહેવાશી અને મુળ મોટી માટલી (તા. કાલાવડ, જી. જામનગર)ના વતની પંકજ ઉર્ફે લાલો ધીરજભાઈ સભાયા (ઉ.વ. ૩૭) ના સંપર્કમાં આવી હતી.


આરોપીએ મહિલાને કારખાનામાં નોકરી આપવાની લાલચ આપી રાજકોટ બસ સ્ટેશન પાછળ એક હોટલમાં બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપી વારંવાર ફોન અને મેસેજ દ્વારા પરેશાન કરતો રહ્યો હતો. તા. ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ, મહિલા જામનગરમાં પોતાના સસરાના ઘરે આવેલ હોવાની જાણ થતા આરોપી જામનગર આવી સાત રસ્તા વિસ્તારમાં મહિલાને બોલાવી એસ.ટી. બસ સ્ટેશન રોડ પર મયુર મેડિકલ સામે આવેલી હોટલમાં ફરીથી નોકરીના બહાને બોલાવી બે વખત દુષ્કર્મ ગુજાર્યો હતો.


આ બનાવ અંગે મહિલાના પતિને જાણ થતાં આખરે આ મામલે મહિલાએ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની મેડિકલ તપાસણી કરાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પંકજભાઈ સભાયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો છે. આ ગુનાની વધુ તપાસ મહિલા પી.એસ.આઈ. વી.આર. જોરીયા અને ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News