BREAKING NEWS

જામનગર ના બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે ગુજસિટોક હેઠળ નોંધાયેલા ગુન્હા માં પકડાયેલા ૧૪ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા

  • April 15, 2026 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે ગુજસિટોક હેઠળ નોંધાયેલા ગુન્હા માં પકડાયેલા ૧૪ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયા

 
જામનગરના વોર્ડ નંબર ૧૨ ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ છેલ્લા કેટલાક સમય થી માથાકૂટ ચાલી રહી છે. ત્યારે જામનગર પોલીસે બંને ની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે, અને અસલમ ગેંગ ના ૧૩ તથા અલ્તાફ ગેંગના એક આરોપીને મળી કુલ ૧૪  ની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લીધા હતા, જે તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.
 

રાજકોટ રેન્જ ના આઇજી નિર્લિપ્ત રાય  ની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્ને ની ટોળકી સામે કડક એક્શન લેવામાં આવ્યા હતા, અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક અંગેની બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા . અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ -૪૬ તથા અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-પર ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય. જેથી બંન્ને ગેંગ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસિટોક) ની કલમ  હેઠળ કાર્યવાહી કરાઈ હતી.


અસલમ કરીમભાઇ ખીલજી ગેંગના કુલ ૧૮ સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ ૧૩ આરોપીને ઝડપી લેવાયા હતા છે.


જયારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ  ગફારભાઇ ખફી ની ગેંગ ના ૧૧ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી કુલ ૮ આરોપી હાલ જેલમાં છે. તેમજ ૧ આરોપીને  ઝડપી લેવાયો હતો.  જે તમામ ૧૪ આરોપીઓ ને રિમાન્ડ પર લેવાયા હતા.


જે તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને તમામને જેલ હવાલે કરવા હુકમ થયો છે. અદાલત દ્વારા બંધ કવર આપવામાં આવ્યા હતા, અને તમામને મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતની અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જામનગરની પોલીસ ટીમ દ્વારા તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવા માટેની કાર્યવાહી કરી લેવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News