BREAKING NEWS

​​​​​​​જામનગરમાં આજકાલનો વાર્ષિક લવાજમ ડ્રો રંગેચંગે સંપન્ન

  • May 18, 2026 03:35 PM 


​​​​​​​જામનગરમાં આજકાલનો વાર્ષિક લવાજમ ડ્રો રંગેચંગે સંપન્ન


નિષ્પક્ષ અને સચોટ પત્રકારિત્વને કારણે આજકાલ નંબર વન: કલેકટર પરિમલ પંડયા

આજકાલે સમાજમાં હંમેશા જાગૃતિનું કામ કર્યુ છે એથી જ આ દૈનિક ખુબ જ આગળ છે: પુ.લક્ષ્મણદાસજી મહારાજ 

આજકાલના બ્રેકીંગ ન્યુઝ આવ્યા પછી કેટલાક સમાચારોની અમને ખબર પડે છે, ઝડપી ન્યુઝ આપવામાં આજકાલ હંમેશા અગ્રેસર: ધારાસભ્ય દિવ્યેશ અકબરી

આજકાલ હંમેશા સચોટ ન્યુઝ આપતુ અખબાર છે તેથી લોકોમાં વિશ્ર્વાસપાત્ર છે: શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી

આજકાલની તાસીર અલગ છે એટલે જ વિશ્ર્વસનીય કામમાં સદાય આગળ: જનરલ મેનેજર અતુલભાઇ જોષી 


જામનગરમાં જ નહિ સમગ્ર ગુજરાતમાં નિષ્પક્ષ અને સચોટ પત્રકારિત્વને કારણે આજે સાંઘ્ય દૈનિક આજકાલ નં. વન બન્યું છે. આજકાલ સાથેનો મારો નાતો હંમેશા નજીકનો રહ્યો છે, મારે આ પરિવારના ચંદ્રેશભાઇ જેઠાણી અને અનિલભાઇ જેઠાણી સાથે ઘરનો નાતો છે, સમાચારની દુનિયામાં છવ્વીસ વર્ષથી આજકાલ નં. વન રહ્યું છે, રાજકોટમાં પણ આજકાલ ખુબ જ તટસ્થ સમાચાર આપે છે ત્યારે આ અગ્રગણ્ય દૈનિક લોકોની વાત સચોટ રીતે રજુ કરે છે અને તેને કારણે જ આજકાલે લોકોમાં વિશ્ર્વાસ ઉભો કર્યો છે તેમ જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ ગઇકાલે કેશવારાસ ખાતે વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૬-૨૭ પ્રસંગે બોલતા જણાવ્યું હતું. 


તેમણે જણાવ્યું હતું કે, ’આજકાલ’ દૈનિક છેલ્લા ૨૬ વર્ષની લાંબી સફર ખેડીને સાંજના અખબાર તરીકે ખૂબ જ મજબૂત સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે લોકોમાં સવારના અખબારો વાંચવાનો ટ્રેન્ડ વધુ હોય છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ બાદ જામનગરમાં પણ સાંજના દૈનિકોએ પોતાની એક આગવી અને અલાયદી ઓળખ ઊભી કરી છે, જેમાં ’આજકાલ’ અખબાર મોખરાનું સ્થાન ધરાવે છે.


પોતાની સ્પષ્ટ, તટસ્થ અને સચોટ પત્રકારત્વની નીતિને કારણે આ દૈનિકે વાચકોમાં બહોળી પ્રસિદ્ધિ અને અતૂટ વિશ્વાસ મેળવ્યો છે. પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપવાનો આનંદ વ્યક્ત કરતા કલેક્ટરે ઉમેર્યું હતું કે, ’આજકાલ’ દૈનિક માત્ર જામનગર કે રાજકોટ પૂરતું જ સીમિત ન રહેતા, આગામી સમયમાં અન્ય પાંચ જિલ્લાઓમાં પણ પોતાનો વ્યાપ વધારે અને પ્રગતિના નવા પંથે આગળ વધે. અંતમાં તેમણે ’આજકાલ’ પરિવારના તમામ સભ્યો, પત્રકારો અને સ્ટાફ મિત્રોને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને અખબાર ઉત્તરોત્તર વધુ સફળતાના શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


આજકાલ સાંધ્ય દૈનિક પેપરના વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક લવાજમ ડ્રો પ્રસંગે શ્રી ૫ નવતનપુરી ધામ પ્રણામી સંપ્રદાયના પીઠના વર્તમાન આચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજના પરમ શિષ્ય મહંત શ્રી લક્ષ્મણદાસજી મહારાજે પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજકાલ સાંધ્ય દૈનિક દ્વારા આયોજિત આ સુંદર સમારોહમાં ઉપસ્થિત જામનગરના  કલેક્ટર,  ભાજપ શહેર પ્રમુખ, ધારાસભ્ય, આજકાલ અખબારના જનરલ સેક્રેટરી સહિતના તમામ પદાધિકારીઓ, મહેમાનો, આજકાલ પરિવાર તેમજ ન્યુઝ પેપર વિતરકો અને જામનગરના તમામ નાગરિકોને હું પ્રણામ કરું છું.


કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અંતમાં આજકાલના ટેરેટરી હેડ અજયભાઇ શર્માએ આભાર દર્શન કર્યું હતું. જામનગર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લવાજમ વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૬-૨૭ના કાર્યક્રમ માટે અખબારી વિતરકો, એજન્ટો અને પત્રકારો પણ હાજર રહ્યા હતા. વકતાઓએ આજકાલની કાર્ય પદ્ધતિને વખાણીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. અંતમાં તમામ વિતરકો અને મહેમાનો સાથે ભોજન સમારંભ યોજાયો હતો આમ સમગ્ર કાર્યક્રમ ગૌરવવંતો બની ગયો હતો. આ ડ્રોમાં સીટી એજન્ટ અબ્દુલ રહેમાન બાજીયાત અને ઇબ્રાહીમ રહેમાન બાજીયાત ઉપસ્થિતિ રહ્યા હતાં અને કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આજકાલના લવાજમ ડ્રોમાં સમગ્ર ટીમ ખડે પગે:
ગઇકાલે આજકાલ સાંઘ્ય દૈનિકનો વાર્ષિક ડ્રો હોટલ કેશવારાસ ખાતે નગરશ્રેષ્ઠીઓ અને એજન્ટો, અખબારી વિતરકોની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થયો જેમાં જામનગર આજકાલ સાંઘ્ય દૈનિકની ટીમનાં ટેરેટરી હેડ અજયભાઇ શર્મા, સર્કયુલેશન મેનેજર કમલેશભાઇ રાવલ, સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદી, રમેશભાઇ ભટ્ટી, પારસભાઇ સાહોલીયા, અતુલ મહેતા, તેજસ ગજરા, કોમ્પ્યુટર વિભાગના ચિરાગ કોઠારી, આકાશ ઢાપા, જાહેરાત વિભાગના હિત કનખરા, મનોજ મહેતા, ડીજીટલ વિભાગના સબીર દલ, અદનાન જોખીયા, એકાઉન્ટન્ટ હાર્દિક રાઠોડ, તેમજ સકર્યુલેશન વિભાગના જયેન્દ્ર વારા, હાર્દિક ચૌહાણ, રાજેશ ફલીયા, સબીર શેખ, સુનિલ મહેતા, ફોટોગ્રાફર મિતેશ દાઉદીયા, સહિતની સમગ્ર ટીમ જનરલ મેનેજર અતુલભાઇ જોશી, અજયભાઇ વ્યાસ અને હરેશભાઇ ધામીનાં માર્ગદર્શનની હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો હતો. 

આજકાલ પરિવારનાં દિવંગતોને શ્રદ્ધાંજલી: બે મિનિટનું મૌન:
પરસોતમ માસના પ્રારંભે આજકાલ સાંઘ્ય દૈનિકનો વાર્ષિક લવાજમનો ડ્રો હોટલ કેશવારાસ ખાતે જિલ્લા કલેકટર પરિમલ પંડયા, પ નવતનપુરીધામ ખીજડા મંદિરના લક્ષ્મણદાસજી મહારાજ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ભાજપ શહેર અઘ્યક્ષ બીનાબેન કોઠારી, આજકાલ દૈનિકના જનરલ મેનેજર અતુલભાઇ જોશી, સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં આજકાલ પરિવારનાં મોભી ધનરાજભાઇ જેઠાણીના ધર્મપત્ની રજનીબેન જેઠાણી, વર્ષોૈથી આજકાલ પરિવાર સાથે જોડાયેલા જામનગરના સીટી એજન્ટ હાજી અબ્બાસભાઇ બાજીયાત તથા જામનગર આજકાલ કોમ્પ્યુટર વિભાગના સીનીયર ઓપરેટર જયભાઇ છાટબારનાં માતા જયોત્સનાબેન હિંમતલાલ છાટબારનું નિધન થતા તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલી અપાઇ હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application