પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
April 26, 2026 03:25 PM
↵
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
લોકશાહીના મહાપર્વમાં નાગરિકો મતદાનને પોતાની નૈતિક ફરજ સમજી ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે ત્યારે લોકશાહીના પર્વમાં મતદાન કરી પૂર્વશીબેન ભટ્ટ માટે ગૌરવની ક્ષણ બની હતી.
ખંભાળિયા ગામની વતની પૂર્વશીએ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીને સશક્ત બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. પ્રથમ વખત મતદાન કરતી વેળાએ તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, દરેક યુવાઓએ મતદાન અવશ્ય કરવું જોઈએ. જેમ બીજા પુણ્ય કાર્યો કરીએ છીએ તેમ મતદાન પણ લોકશાહીને મજબૂત બનાવવા માટે એક પુણ્ય કાર્ય છે તેમજ આપણી નૈતિક ફરજ પણ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.