BREAKING NEWS

જામનગરમાં ગળાફાંસો ખાઇ શ્રમિક યુવાને જીવાદોરી ટુંકાવી

  • May 18, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગળાફાંસો ખાઇ શ્રમિક યુવાને જીવાદોરી ટુંકાવી

જામજોધપુરમાં ઘઉંમાં નાખવાના ટીકડા આરોગી યુવકનો આપઘાત

જામનગરના સાંઢીયા પુલ પાસે રહેતા એક શ્રમિક યુવાને પત્ની સાથે બોલાચાલી થતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધુ છે, જયારે જામજોધપુરમાં ગળામાં દુ:ખાવો થતો હોય જેથી કેન્સરની શંકા સેવીને એક યુવાને કંટાળી ઘઉમાં નાખવાના ટીકડા પી લેતા સારવારમાં મૃત્યુ નિપજયુ છે. 

જામનગરના સાંઢીયા પુલ મહાલક્ષ્મી બંગલો-૪ ખાતે રહેતા મજુરી કરતા વિજય જેરામભાઇ માંડાણી (ઉ.વ.૨૩) નામનો યુવાન નશો કરવાની ટેવવાળો હોય જેથી એમના ઘરવાળી સાથે ગઇકાલે બોલાચાલી થઇ હતી તેની પત્ની ઘરેથી જતી રહેલ હોય આ બાબતનું યુવાનને મનમાં લાગી આવતા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે પરેશભાઇ સીતાપરા દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં જામજોધપુરના ઘાસના ગોડાઉન પાસે રહેતા વિશાલ પ્રવિણભાઇ ધંધુકીયા (ઉ.વ.૧૯) નામના યુવાનને થોડા દિવસથી ગળામાં દુ:ખાવો થતો હોય જેની સારવાર ઉપલેટા હોસ્પીટલમાં ચાલુ હોય પરંતુ યુવાનને શંકા હોય કે તેને ગળામાં કેન્સર છે અને જમવામાં ગળામાં તકલીફ રહેતી હોય જેથી આ શંકાના કારણે કંટાળી જઇ પોતાની મેળે ઘઉમા નાખવાના ટીકડા પી લેતા સારવારમાં લઇ જતા જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, આ અંગે પ્રવિણભાઇ ધંધુકીયાએ પોલીસમાં જાણ કરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application