BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં કુલ ૪૧ હજારથી વધુ મણ જણસની આવક નોંધાઇ

  • April 20, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : હાપા યાર્ડમાં કુલ ૪૧હજારથી વધુ મણ જણસની આવક નોંધાઇ 


સૌથી વધુ આવક ઘઉં, ચણા, જીરૂ અને અજમાનો સમાવેશ 


હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના અંતિમ દિવસે કુલ ૪૧૨૧૪ મણ જણસની આવક નોંધાઇ હતી જેમાં સૌથી વધુ ઘઉં ૯૯૦૫, ચણા ૫૦૦૫, જીરૂ ૫૪૭૮ અને અજમો ૫૦૪૯ મણની આવક થવા પામી હતી ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો રાબેતા મુજબ મરચાના ૨૦૦૦ થી મહતમ ૬૦૦૦ સુધીના સોદા પડયા હતા.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૭૩૦ થી ૭૯૫, બાજરી ૩૦૦ થી ૩૪૫, ઘઉં ૪૦૦ થી ૪૯૦, તુવેર ૭૦૦ થી ૧૪૯૦, ચોળી ૪૦૦ થી ૫૦૦, મેથી ૬૧૫ થી ૧૩૫૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૬૪૦, મગફળી જીણી ૯૫૦ થી ૧૪૪૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૪૨૦, રાયડો ૧૧૦૦ થી ૧૨૧૦, રાય ૧૧૫૦ થી ૧૪૦૦, લસણ ૮૨૫ થી ૧૫૪૦, કપાસ ૧૨૦૦ થી ૧૮૧૫, જીરૂ ૩૭૦૦ થી ૪૧૭૦, અજમો ૧૫૦૦ થી ૪૩૨૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૨૩૦૦, ધાણા-ધાણી ૨૦૦૦ થી ૨૪૪૫, ડુંગળી સુકી ૪૦ થી ૧૪૦, વટાણા ૬૪૦ થી ૯૩૫, કલોંજી ૧૦૦૦ થી ૩૩૦૫ સુધીના ભાવ બોલાયા હતા.


શનિવારે કુલ જણસ ૪૧૨૧૪ મણ ગુણી ૧૫૬૨૭ જે ૧૧૨૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News