BREAKING NEWS

જામનગર નજીક મસીતીયા ગામેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ

  • April 07, 2026 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક મસીતીયા ગામેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ

જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, મસીતીયા ગામે દરગાહ નજીકથી એક શખ્સને લાયસન્સ વગરના તમંચા સાથે ઝડપવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ બસીરભાઈ ઉર્ફે બસલો તરીકે થઈ છે. પોલીસે તેના પાસેથી અંદાજે રૂપિયા 10,000 કિંમતનો તમંચો કબજે કર્યો છે.

આરોપી વિરુદ્ધ હથિયારધારા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમંચો મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના વતની મનોજ નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે સપ્લાયરને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ મધ્યપ્રદેશ સુધી વિસ્તારી દીધો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News