BREAKING NEWS

જામનગર : કાલાવડના ખીમાણી સણોસરા ગામનો શખ્સ જીલ્લામાંથી હદપાર

  • April 20, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : કાલાવડના ખીમાણી સણોસરા ગામનો શખ્સ જીલ્લામાંથી હદપાર


ગ્રામ્ય પોલીસ દ્વારા વોરન્ટની બજવણી કરાઇ


શરીર સબંધી ગુના આચરનાર કાલાવડના ખીમાણી સણોસરા ગામના એક શખ્સને જામનગર જીલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શરીર સબંધી ગુના આચરતા માથાભારે શખ્સો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાની સુચના મુજબ કાલાવડ ગ્રામ્ય પીઆઇ એન.વી. આંબલીયા તથા એએસઆઇ ગીરરીજસિંહ જેઠવા, હેડ કોન્સ ભવદીપસિંહ જાડેજા, કોન્સ દિપકભાઇ કાથડ  દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ શરીર સબંધી ગુના આચરતા ઇસમ વિરુઘ્ધ હદપાર કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી.


આ દરખાસ્ત નાયબ પોલીસ અધિક્ષક મારફતે સબ ડીવીઝન મેજી. તરફ મોકલતા નરવીરસિંહ ઉર્ફે મુના રતુભા જાડેજા રહે. ખીમાણી સણોસરા, તા. કાલાવડ વાળાની હદપારી મંજુર કરતા જે હુકમ અનુસંધાને સ્ટાફ દ્વારા ઇસમને પકડી જામનગર જીલ્લાની હદમાંથી હદપારી કરેલ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News