શહેરના શાપર વેરાવળ રોડ પર આવેલા કોરાટ ચોક પાસે કારખાનેદાર યુવકે ઝેરી દવા પી શાપર પોલીસ મથકે પહોંચતા ત્યાંથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કારખાનામાં કામે રાખેલી મહિલાએ છેડતી કરી હોવાનો આક્ષેપ કરી પૈસા માગ્યા હતા અને પૈસા ન આપે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં વિશ્વનગર શેરી નં. ૭માં રહેતો કલ્પેશભાઈ જેન્તીભાઇ રૂપારેલીયા (ઉ.વ.૩૨)એ કાલે સવારે સાડા નવેક વાગ્યે કોરાટ ચોકમાં ઝેરી દવા પી શાપર પોલીસ સ્ટેશને પહોંચતા ત્યાં ઉલ્ટીઓ કરવા લગતા ફરજ પરના સ્ટાફે પૂછતાં પોતે ઝેરી દવા પીધી હોવાનું કહી બેભાન થઇ જતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આપઘાતનો પ્રયાસ કરનાર કલ્પેશભાઈ એક બહેનથી નાનો છે અને પરિણીત છે. સંતાનમાં એક દિકરો છે. તેના પિતા જેન્તીભાઈએ કહ્યું હતું કે કલ્પેશને શાપર વેરાવળમાં મા ખોડલ નામથી ડ્રીલ મશીનનું કારખાનુ છે. કારખાનામાં એકાદ મહિના પહેલા પરપ્રાંતની યુવતિને કામે રાખી હતી. બાદમાં કામની ના પાડી દીધી હતી. કામેથી કાઢી મુકતા યુવતિએ છેડતીનો આક્ષેપ કર્યો હતો અને પૈસાની માગણી કરી હતી, જો પૈસા નહીં આપે તો પોલીસ ફરિયાદ કરી બદનામ કરી દેવાની ધમકી આપતા પુત્ર સતત ચિંતામાં અને ગભરાયેલો રહેતો હતો. ગઈકાલે ઘરેથી કારખાને જવાનું કહી નીકળી ગયા બાદ કોરાટ ચોકમાં ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે સત્ય જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application