BREAKING NEWS

જામનગર : ખોડીયાર કોલોનીમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • January 24, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજનભાઈ મનસુખભાઈ જોશી નામના ૩૦ વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર રસોડામાં પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
​​​​​​​

આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ રણછોડભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એ.એસ.આઇ. ટી.કે. ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને વિપ્ર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું એ બાબતે તપાસ આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application