BREAKING NEWS

સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં આજે હિટવેવનું યલો એલર્ટ એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ગરમી વધી જશે

  • April 13, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ છેલ્લા ત્રણેક દિવસથી શ થયેલી કાળઝાળ ગરમી દિવસો દિવસ વધુને વધુ આકરી બનતી જાય છે. આજે સૌરાષ્ટ્ર્ર કચ્છમાં અમુક વિસ્તારોમાં હીટ વેવ માટેનું યલો એલર્ટ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા આપવામાં આવ્યું છે.ગઈકાલે રાજકોટમાં ૪૧.૭ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું જે સમગ્ર રાયમાં સૌથી ઐંચું હતું. અમદાવાદ વડોદરા ભુજ ગાંધીનગર કંડલા અને અમરેલીમાં મહત્તમ તાપમાન નો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો, ભુજ અને અમદાવાદમાં ૪૦.૭ ગાંધીનગરમાં ૪૦.૨ કંડલામાં ૪૦.૭ અમરેલીમાં ૪૧ વડોદરામાં ૪૦.૪ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું.હવામાન ખાતાએ ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી સાત દિવસ માટે ગરમ અને ભેજવાળા વાતાવરણ માટેની ચેતવણી આપી છે. ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર્રમાં તેની અસર પણ જોવા મળે છે. દ્રારકામાં આજે સવારે ભેજનું પ્રમાણ ૮૬ ઓખામાં ૮૩ પોરબંદરમાં ૮૪ સુરતમાં ૮૬ અને વેરાવળમાં ૮૯% ભેજ આજે નોંધાયો છે. પોરબંદરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮ સુરતમાં ૩૮.૯ વેરાવળમાં ૩૧.૪ દ્રારકામાં ૩૦.૮ અને ઓખામાં ૩૩.૩ ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ ગુજરાત માં સૌરાષ્ટ્ર્ર કચ્છ ઉપરાંત દેશમાં ઓડીશા મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ મરાઠાવાડ માં પણ હીટ વેવ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડીશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરલા પુડીચેરીમાં પણ હિટ વેવનું એલર્ટ અપાયું છે.
આઈએમડીના બુલેટિનમાં જણાવ્યા મુજબ દેશભરમાં ગરમીનો પ્રકોપ વધશે. નોર્થ વેસ્ટના રાયોમાં આગામી તારીખ ૧૮ સુધીમાં ૪ થી ૬ ડિગ્રી, મધ્ય પ્રદેશમાં તારીખ ૧૫ સુધીમાં ત્રણથી પાંચ ડિગ્રી, ઈસ્ટના રાયોમાં ત્રણથી પાંચ ડિગ્રી, ગુજરાતમાં આજે એક જ દિવસમાં ત્રણ ડિગ્રી અને મહારાષ્ટ્ર્રમાં તારીખ ૧૫ સુધીમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News