BREAKING NEWS

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઝળહળ્યું નારી નેતૃત્વ

  • April 18, 2026 11:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ ગઈ તા.૧૭ના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત મહિલા દિન નિમિત્તે લક્ષ્મણ રેખા વિષયક વિશેષ કાર્યક્રમ આધ્યાત્મિક્તા સાથે યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક પ્રસંગ નહોતો, પરંતુ બીએપીએસ સંસ્થાની નારીશક્તિ, સંસ્કાર અને સંગઠનક્ષમતાનો જીવંત પ્રયોગ બની રહ્યો હતો. સમગ્ર આયોજનની વિશેષતા એ રહી કે શરૂઆતથી અંત સુધી દરેક જવાબદારી આયોજન, સંચાલન, પ્રસ્તુતિ, ટેક્નિકલ વ્યવસ્થા અને સ્વાગત સંપૂર્ણપણે બાલિકા, યુવતી અને મહિલાઓ દ્વારા જ સંભાળવામાં આવી, જે નારી આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જતું હતું . 



કાર્યક્રમની શરૂઆત સાંજે ૬:૦૦ વાગ્યે ધૂન સ્વામિનારાયણ નમો નમઃ અને પ્રાર્થના સાથે થઈ, ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ઉજવળ આરંભમળ્યો. મહિલા દિનના હેતુ વિષે આપવામાં આવેલી માહિતીમાં સમાજમાં નારીની કેન્દ્રિય ભૂમિકા, પરિવારના સંસ્કાર ઘડતરમાં તેનું મહત્વ અને આધુનિક યુગમાં તેની જવાબદારીઓ અંગે વિરા મહિલા દિન લક્ષ્મણ રેખા ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં દરેક પ્રસ્તુતિએ એક જ સંદેશ આપ્યો.. નારી તું નારાયણી માત્ર શબ્દ નથી, પરંતુ જીવનમાં જીવવાનો એક મૂલ્યવાન દ્રષ્ટિકોણ છે. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ લક્ષ્મણ રેખા સંવાદ રહ્યો, જેમાં બાલિકા થી લઈને મહિલા સુધીના વિવિધ
વર્ગોએ પોતાના અનુભવ, વિચાર અને સંસ્કાર આધારિત દષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ સંવાદ માત્ર ચર્ચા નહોતો, પરંતુ જીવનને દિશા આપતો સંદેશ બની રહ્યો હતો. લક્ષ્મણ રેખા મર્યાદા નહીં, પરંતુ સુરક્ષા કવચ છે. આ વિચારને વધુ ઊંડાણથી સમજાવતું પ્રવચન પણ રજૂ થયું.





વિરાટ મહિલા દિન નિમિત્તે આયોજિત આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગેવાન અને પ્રતિષ્ટિ ત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંત બનાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પુજિત રૂપાલી ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, ગાયત્રી બા વાઘેલા, દેવાંગી મૈયડ, જ્યોતિબેન ટીલવા, અલ્પનાબેન ત્રિવેદી, મુખ્ય વક્તા તરીકે કોમલબેન સાવલિયા, કાર્ડીયોલોજીસ્ટ ડો. નીખીલાબેન પાંચાણી, ગાયનેક ડો. પુજાબેન પાંચાણી, નીશાબેન ઠાકરીયા, નિધિબેન મોડીયા, મોનીકાબેન કાલરીયા,
નિધિબેન ઝાલરીયા, રેખાબેન મોઢા તથા રમાબેન માયુકીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રણને સ્વીકારી ઈલાબેન પટેલ, પ્રતિમાબેન પટેલ, જલ્પાબેન શિગાળા, ભાનુબેન ઉદ્યણી, ઉષાબેન કોરાટ, કાશીબેન મારુ અને અવની બા જાડેજાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. તમામ મહાનુભાવોનું આગમન કાર્યક્રમ માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બન્યું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને યુવતી મંડળ દ્વારા રજૂ થયેલ ગ્રાન્ડ શોએ સમગ્ર કાર્યક્રમને શિખર પર પહોંચાડયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News