મહિલાઓમાં વજન ઘટાડવાને લઈને યોગ, પ્રાણાયમ, વોકિંગ, ડાયેટ, જીમ, સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. તો કેટલીક દવાઓ લઈને પણ શરીર ઘટાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમ છતાં વજનમાં કોઈ ફેરફાર ન થાય ત્યારે મહિલાઓ હતાશ બનતી હોય છે. જે હતાશા ક્યારેક જીવલેણ પણ બંને છે. આવો જ બનાવ રાજુલામાં બન્યો છે. મહિલાનું વજન વધુ હોવાથી ઘટાડવા માટેની દવા લેતા હતા એમ છતાં વજન ન ઘટતા અંતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજુલાના જુના કડીયાળી રોડ પર રહેતા જલ્પાબેન વિનોદભાઈ પરમાર (ઉ.વ.50)એ ગઈકાલે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા રાજુલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જલ્પાબેનના પતિ વિનોદભાઈ નિવૃત જીવન જીવે છે. મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી વજન ઘટાડવાની દવા ચાલુ હોય પરંતુ વજન ધટતુ ન હોવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application