ડીઝીટલ કરન્સી ખરીદવા જતા શિક્ષકે રૂ ૫. ૫૦ લાખ ગુમાવ્યા

  • September 21, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની સિલ્વર બેલ્સ શાળાના શિક્ષકે   ડીઝીટલ કરન્સી ખરીદવા જતા રૂપિયા ૫. ૫૦ ગુમાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેતરાયેલા શિક્ષકે તળાજા અને રાજકોટના બે મળી ત્રણ શખ્સો સામે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ  શહેની સિલ્વર બેલ્સ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા  સુનીલભાઈ સંજયભાઈ કેવલરામાણી (ઉ. વ. ૨૫,રહે, બી.૩૦૪ શીવા બ્લેશી ગ ઘોઘા સર્કલ, ભાવનગર) એ ભરતનગર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે  મારે ડિજીટલ કરન્સી લેવાની ઇચ્છા હોય જેથી મેં તળાજા ખાતે રહેતા રૂતુરાજસિંહ હરપાલસિંહ સરવૈયાને આ અંગે વાત કરતા મને રૂ.૮૯ ના ભાવે ડીજીટલ કરન્સી આપવા જણાવેલ .જેની મેં સંમતિ દર્શાવતા રૂતુરાજે મને રાજકોટના હર્ષ સોનીના નામથી આંગડીયુ કરવાનું જણાવતા તા. ૨૨-૦૭-૨૦૨૪ ના રોજ સાંજે છ વાગ્યે આંગડીયા પેઢી એચ.એમ એન્ટરપ્રાઇઝ લીલાસર્કલ પાસે, ભાવન ગર ખાતેથી હર્ષ સોનીના નામે રૂ.૫,૫૦,૦૦૦ નું આંગડીયું, સોની બજાર શાખા, રાજકોટ ખાતે કરેલ જે આંબડીયું હર્ષ એ ઇન્દીરા સર્કલ બ્રાન્ચ રાજકોટ ખાતે ટ્રાન્સફર કરાવી રૂ.૫,૫૦,૦૦૦ મેળવી લીધેલ અને બાદ તેનો મોબાઇલ બંધ કરી દીધેલ, જેથી અમોએ તાત્કાલીક ઋતુરાજ સરવૈયાને તેના મો.નં.૯૧૦૬૪૮૭૮૦૦ ઉપર તાત્કાલીક વાત કરતા તેઓએ જણાવેલ કે ડીજીટલ કરન્સી માટે તેણે હર્ષરાજસિંહ જાડેજા ઉર્ફે બન્ટી  (રહે.રાજકોટ) નો સંપર્ક કરેલ અને તેઓએ હર્ષ સોની  (રહે. રાજકોટ) ના નામનું આંગડીયુ કરવાનું જણાવેલ હતું.
જેથી આ હર્ષ સોનીએ રૂ.૫,૫૦,૦૦૦ મેળવી લઈ તેનો ફોન બંધ કરી દીધેલ તે બાબતે ફેતુરાજસિંહ સરવૈયા તથા હર્ષરાજસિંહ જાડે જા ઉર્ફે બન્ટી નાઓનો સંપર્ક કરતા તેઓ બંન્ને ગોળગોળ વાત કરી ગલ્લા તલ્લા કરે છે અને તમે ચિંતા ના કરો અમો હર્ષ સોનીને શોધવા ગયેલ પરંતુ તેની ઓફીસ બંધ છે અને હર્ષનો સંપર્ક થતો નથી. તેમ કહી ખોટો દિલાશો આપેલ હતો.
આમ  રૂતુરાજસીંહ સરવૈયા (રહે.તળાજા), હર્ષરાજસિંહ જાડેજા ઉર્ફે બન્ટી (રહે.રાજકોટ) અને હર્ષ સોનીએ ડીજીટલ કરન્સી આપવાના બહાને વિશ્વાસમાં લઈ હર્ષ સોનીના નામે રૂ.૫,૫૦,૦૦૦ નું આંગડીયું સોનીબજાર શાખા રાજકોટ ખાતે કરાવી આંગડીયા મારફતે પૈસા મેળવી લઇ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધેલ અને રૂ.૫,૫૦,૦૦૦ની  અવારનવાર માંગણી કરવા છતા આજદિન સુધી  મારા કોઇ રૂપીયા આપેલ ન હોય અને રૂ.૫,૫૦,૦૦૦ની રકમ ઓળવી જઈ છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ભરતનગર પોલીસે ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application