હાલ રાજકોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ જુનાગઢના ખામધ્રોળ ગામે રહેતા પતિ–સાસુ અને મોટા સસરા તથા છત્તીસગઢના રાયપુરમાં રહેતી નણદં સામે મહિલા પોલીસ મથકમાં શારીરિક –માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
હાલ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમનગરમાં માવતરના ઘરે રહેતી મનિષાબેન (ઉ.વ ૨૯) નામની ગઢવી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના ખામધ્રોળ ગામે રહેતા પતિ દીપેશ નટવરલાલ ગઢવી (ઉ.વ ૩૨) સાસુ પન્નાબેન, મોટા સસરા ઈશ્વર લખુભાઇ ગઢવી અને નણદં જાગૃતીબેન જયેશભાઈ જીબા (રહે. રાયપુર, છત્તીસગઢ) ના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ગત તારીખ ૨૪૧૨૦૧૭ ના દિપેશ સાથે થયા હતા. લ બાદ દોઢ વર્ષ ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો બાદમાં દીકરાનો જન્મ થયો હતો. જે યક્ષરાજ હાલ ચાર વર્ષનો છે અને પતિ પાસે છે. બાદમાં પતિ અવારનવાર નાની બાબતે બોલાચાલી કરી ઝઘડાઓ કરવા લાગ્યો હતો. સાસુ ઘરના કામકાજ બાબતે ઝઘડો કરતા હતા અને પાડોશમાં થોડીક વાર બેસવા જાય તો બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા નણદં જાગૃતિ પતિને પરિણીતા વિદ્ધ ચડામણી કરતી હતી અને કહેતી હતી કે, આને કાઢી મૂકો પછી જ હત્પં આપણા ઘરે આવીશ એક વખત પતિએ નણંદની હાજરીમાં પરિણીતાને ઝાપટ પણ મારી હતી.
બાદમાં ત્રણ વર્ષ પૂર્વે પતિ–પત્ની અલગ ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. આ સમયે પતિ પિયરના ઘરે પ્રસગં હોય તો પણ જવા દેતા ન હતો અને અવારનવાર ઝઘડાઓ કરતો હતો. દોઢ વર્ષ પહેલા પતિએ ગંભીર રીતે માર મારતા પરિણીતાને આખં પર ઇજા પહોંચી હતી તે સમયે તે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં પતિએ માફી માંગી ભવિષ્યમાં આવું નહીં થાય તેમ કહી સમાધાન કરી લીધું હતું. જોકે બે મહિના બાદ પતિ ફરી આવુ વર્તન કરવા લાગ્યો હતો અને તારીખ ૨૪૪ ના માર મારી કાઢી મૂકી હતી બાદમાં ફરી સમાધાન કરી તેડી ગયો હતો. ૧૫ દિવસ પહેલા પતિએ ફરી ઝઘડો કરી પત્નીને કાઢી મૂકી હતી જેથી પરિણીતા અહીં માવતરના ઘરે આવી ગઈ હતી.
દરમિયાન તા. ૧૧૧૨૨૦૨૪ ના પતિ અહીં રાજકોટ દીકરાને રમાડવા આવ્યો હતો ત્યારે તે પત્ની અને પુત્રને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો દરમિયાન રસ્તામાં પત્નીને ઉતારી દઈ પુત્રને લઈ જતો રહ્યો હતો. આ બાબતે પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને આજદિન સુધી પરિણીતાને તેના બાળક સાથે એક જ વાર વાત કરવા દીધી હોય અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાંઓ સામે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech