રાજકોટ જિલ્લામાં સરકારી અનાજનો જથ્થો સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી શકિત સેલ્સ એજન્સી દ્રારા સમયસર જથ્થો નહીં ઉપાડાતા અને વિતરણ વ્યવસ્થા ખોરવાતા પુરવઠા અધિકારી દ્રારા એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં ફટકારાયો છે.
રાજકોટ જિલ્લામાં ૨૦૨૩થી ૨૦૨૫ માટે મગફળી સિવાયની ખેત જણસીઓના પરિવહનનો ઈજારો ગુજરાત રાય નાગરિક પુરવઠા નિગમ લી. દ્રારા શકિત સેલ્સ એજન્સી રાજકોટને અપાયો હતો. જેમાં ક્રુડ કોર્પેારેશન ઓફ ઈન્ડિયાના ખાતેથી ઘઉં, ચોખા, જણસોનો જથ્થો ઉપાડીને રાજકોટ જિલ્લાના તમામ ગોડાઉન ખાતે એજન્સીએ પહોંચતો કરવાનો હતો. ગત સપ્ટેમ્બર માસમાં એજન્સી દ્રારા ૧૮૨૫ મેટ્રીક ટન ચોખા તથા ઘઉંનો જથ્થો સમયસર ઉપાડવામાં આવ્યો નહતો.
સમયસર જથ્થો સપ્લાય ન થતાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી જેને લઈને સરકારી તંત્રને તેમજ દુકાનદારોને મુશ્કેલી વેઠવી પડી હતી. ટેન્ડરની શરતોનો ભગં થતાં શકિત સેલ્સ એજન્સીની કામગીરી પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી ધ્યાને લઈને પ્રતિ મેટ્રીક ટન ૧૦૦૦ રૂપિયા લેખે ઈજારેદાર એજન્સીને ૧૮,૨૫,૭૮૮નો દડં કરવાનો હત્પકમ જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણી દ્રારા કરાયો છે.
કલેકટર કાલે ગાંધીનગર, ચિંતન શિબિર ફરી મોકૂફ
રાજકોટ જિલ્લા સમાહર્તા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ચિંતન શિબિર આવતીકાલે તા.૨૪ના રોજ યોજાવાની હતી પરંતુ કલેકટર પ્રભવ જોષી ગાંધીનગર જવાના હોવાથી વધુ એક વખત શિબિર મોકુફ રખાઈ છે. અગાઉ તા.૨૦ના રોજ શિબિર ગોઠવાઈ હતી. ત્યારે પણ કલેકટર ગાંધીનગરમાં બેઠકમાં જવાના હોવાથી શિબિર મોકુફ રહી હતી. ફરી આવતીકાલે પણ શિબિર બધં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech