ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખસોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સનો પાઉડર મળી આવ્યો હતો.પોલીસે .૧,૨૭,૮૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.જેતપુરનો ધીરજ રાજકોટની મહિલા પાસેથી માદક પદાર્થ લાવ્યો હોવાનું અને આ તેની ચાલુ માસમાં ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.પોલીસે રાજકોટની મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્રારા ગેરકાયદે માદક– પદાર્થ રાખી હેરાફેરી કે, વેચાણ કરતા શખસો ઉપર વોચ રાખી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હોય, તેમજ હાલ રાજયમાં નશીલા પદાર્થેાની બદી સદંતર નેસ્ત નાબુદ થાય. તેમજ તેની હેરા–ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થેાના સેવનને વધતો અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્રારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એન.ડી.પી.એસ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપી હોય જે અનુસંધાને એસ.ઓ.જી પીઆઇ એફ.એ.પારંગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન એ.એસ.આઈ જયવિરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ.કોન્સ પ્રહલાદસિંહ રાઠોડ,અરવિંદભાઈ દાફડાને બાતમી મળી હતી કે, ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ તથા સમીર સલીમભાઇ દલ (રહે બન્ને જેતપુર) એકટીવામાં ન.ં જીજે ૦૩ એનઇ ૨૪૭૩ વાળામાં ગેરકાયદે રીતે નશાકારક પાવડરનો જથ્થો રાખી રાજકોટથી જેતપુર તરફ જઇ રહ્યા છે.આ બાતમીના આધારે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન એસઓજીની ટીમે ધીરજ ચંદ્રશેખરભાઈ સિંગ (ઉ.વ.૨૧ રહે. જેતપુર ગુજરાતીની વાડી ભાવીકનગર બ્લોક નં–૧) અને સમીર સલીમભાઇ દલ (ઉ.વ. ૨૦ રહે. જેતપુર ગુજરાતીની વાડી ભાવીકનગર) ને ઝડપી લઇ તેમની પાસેથી મેફેડ્રોન નશાકારક પાવડર ૨.૯૩૦ ગ્રામ જેની કિં.. ૨૯૩૦૦ મળી આવ્યો હતો.જેથી પોલીસે આ માદક પદાર્થ અને એકટીવા .૮૦,૦૦૦, મોબાઇલ ફોન નગં –૨ કિંમત પીયા–૧૦,૦૦૦– કુલ –૧,૨૭,૮૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું ઝડપાયેલા બંને આરોપીઓમાં ધીરજ સીંગ મુખ્ય આરોપી છે અગાઉ દારૂ ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.માદક પદાર્થ તે રાજકોટમાં મહિલા પાસે લાવી જેતપુરમાં બંધાણીઓન વેચતો હતો.ચાલુ માસમાં આ તેની ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.ત્યારે આ શખસને માદક પદાર્થ સપ્લાય કરનાર રાજકોટ મહિલાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech