આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા સમયાંતરે હાઇવે ઉપર ડ્રાઈવ યોજી ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોનો ભગં કરી વાહન હંકારતા ચાલકોને રોકી દડં ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત સાહમાં આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની જુદી જુદી ટીમે ઘંટેશ્વર, કાલાવાડ રોડ, માલિયાસણ રોડ સહિતના સ્થળે ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૮૩ કરતા પણ વધારે વાહનો ઝપટે ચડા હતા તેમાંથી ૨૮૩ વાહન ચાલકોને ૧૧,૫૬,૩૩૮નો દડં ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ ઓવર લોડીંગ ભરી નીકળેલા ૬૩ અને એલઇડી લાઈટ સાથેના ૬૧ વાહનો ઝપટે ચડા હતા.
વિગતો મુજબ હાલમાં ગૃહ વિભાગના આદેશ અનુસાર રાયમાં ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, નંબર પ્લેટ વગરના, ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમનો સરેઆમ ભગં કરતા વાહન ચાલકો સામે પોલીસ એન આરટીઓ દ્રારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને ગત તા.૧૫–૧૨થી ૨૨–૧૨ સુધીમાં આરટીઓ –ટ્રાફિક પોલીસ દ્રારા જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક, કાલાવાડ રોડ, માલિયાસણ રોડ સહિતના સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન ઓવર લોડિંગ, ગેરકાયદેસર રીતે ફિટ કરવામાં આવેલી એલઇડી લાઈટ, ઓવર સ્પીડ, પિયુસી, લાયસન્સ, ફિટનેસ સહિતના નિયમો નો ભગં કરતા તમામને મેમો આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
કયા નિયમન ભગં બદલ કેટલા વાહન પકડાયા
(૧) ઓવર લોડિંગ અને ઓવર ડાયમેન્સન– ૬૩
(૨) એલઈડી લાઈટ – ૬૧
(૩)) પીયુસી વગર – ૩૭
(૪) રેડિયમ રીફલેકટર – ૩૬
(૫) ડ્રાઇવિંગ લાઇસન્સ વગર –૨૬
(૬) ઓવર સ્પીડ– ૧૮
(૭) ફિટનેસ વગરના –૧૮
(૮) ઈન્સુરન્સ વગર– ૧૬
(૯)પરમિટ વગરના વાહન– ૮
કુલ –૨૮
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech