રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા રોડ પર સફળ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક ક્રેટા કારમાં દારૂનો જથ્થો શહેર તરફ આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને કુવાડવા ગામથી રાજકોટ આવતા રોડ પર સેકન્ડ રીંગરોડ પાસે ચાંદની હોટલ સામેથી સિલ્વર કલરની ક્રેટા કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂ.૨,૮૯,૨૮૮ની કિંમતનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર બે આરોપી અમરત પુનમારામ મેઘવાળ (ઉં.વ.૨૮, રહે. રાજસ્થાન) અને કારાભાઇ ઉર્ફે કાનો હિરાભાઇ ટોળીયા - ભરવાડ (ઉં.વ.૨૯, રહે. રાજકોટ)ની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને ક્રેટા કાર સહિત કુલ રૂ.૧૩,૨૧,૨૮૮/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલ દારૂના જથ્થામાં બ્લેન્ડર પ્રાઇડ, ગ્રીનલેબલ વ્હીસ્કી, 8 PM સ્પેશ્યલ વ્હીસ્કી, ઓરેન્જ હીલ વોડકા અને મુનોન ઓરેન્જ ઘોડા બ્રાન્ડનો દારૂનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગરીયા સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર સાહેબ, સી.એચ.જાદવ સાહેબ અને તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.મોવલીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ કરી હતી. આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech