રાજકોટમાં દિપાવલીના પર્વના દિવસોનો આરંભ થઈ રહ્યો હોય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ચોરી ચોપાટી ના બનાવો બનતા અટકાવવા અને જુદી જુદી બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળતા ભીડભાળવાળા વિસ્તારમાં એસઓજી દ્વારા ડ્રોન મારફતે આકાશી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં આગામી સપ્તાહથી દિવાળી પર્વ અને નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે રાજકોટ વાસીઓ તહેવારોમાં બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને તહેવાર પૂર્વે ખરીદી કરવા લોકો બજારોમાં ઉમટી રહ્યા છે. ત્યારે તસ્કરો પણ તકનો લાભ લેવા મેદાનમાં સક્રિય થયા હોય ચોરી ચોપાટી અને ભીડ ભાડ વાળા વિસ્તારમાં તસ્કરી કરતા ગુનેગારો પર એસઓજી દ્વારા ડ્રોન મારફત નિરક્ષણ થકી વોચ રાખવામાં આવી રહી છે
એસઓજી ડ્રોન સ્કોવડની જુદી જુદી ટીમો દ્વારા શહેરના ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ, પેલેસ રોડ, સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં ડ્રોન મારફતે નિરીક્ષણ અને વોચ રાખવા માં આવી રહી છે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા સમયે ભીડનો માહોલમાં નજર ચૂકવી ગાંઠિયાઓ દ્વારા પર્સ, ખિસ્સા કાપવાથી માંડી ચોરી સહિતના બનતા બનાવોને અટકાવવાના ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા એ જણાવ્યું હતું કે આ તહેવાર અંગે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઇવના ભાગરૂપે દિવાળીના તહેવારની રજા દરમિયાન લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. તેવા સમય એસઓજી દ્વારા ભીડભાળ વાળી બજારોમાં ડ્રોન મારફતે ચેકીગ શરૂ કરવામાં આવી થયું છે અને આગામી દિવાળી પર્વની રજા દરમિયાન આ ઝુંબેશ સાવચેતીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે.
તહેવારો દરમિયાન ખાસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ : ACP બસિયા
રાજકોટમાં દિવાળી તહેવારો સંદર્ભે શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ કમિશનર દ્વારા ખાસ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચ,એસોજી, એલસીબી સહિતની ટીમો તેમજ જુદા જુદા પોલીસ મથક વિસ્તારોમાં ડિ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રખાશે તેવું આજકાલ સાથેની વાતચીતમાં એસીપી ક્રાઈમ બી.બી. બસીયાએ જણાવ્યું હતું.