BREAKING NEWS

વેરાવળ: એમપીઈડીએના અધ્યક્ષ તરીકે આઈએએસ પી. જવાહરે ચાર્જ સંભાળ્યો

  • May 27, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ : મરીન પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઈડીએ)ના અધ્યક્ષ તરીકે પી. જવાહર (આઈએએસ(એજી્રએમયુટી કેડર, ૨૦૦૭ બેચ) એ કાર્યભાર સંભાળ્યો છે. એમપેડા ભારત સરકાર હેઠળની સર્વેાચ્ચ સંસ્થા છે. જે ભારતના દરિયાઈ ઉત્પાદનો ક્ષેત્રઅને સીફડ નિકાસના પ્રમોશન અને વિકાસ માટે જવાબદાર છે. ભારતીય વહીવટી સેવા (આઈએએસ)ના અધિકારી, પી. જવાહર તેમની સાથે ઉધોગો, વાણિય, શિક્ષણ,ચૂંટણી વહીવટ, ટકાઉ વિકાસ અને જાહેર શાસન સહિતના અનેક ક્ષેત્રોમાં વ્યાપકવહીવટી અનુભવ ધરાવે છે.
એમપેડાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમણે પુડુચેરી સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી અને કમિશનરસચિવ તરીકે સેવા આપી હતી, જેમાં ઉધોગો અને વાણિય, શિક્ષણ અને ચૂંટણીઓ સહિતના મુખ્ય વિભાગો સંભાળ્યા હતા.
 પી. જવાહર કૃષિ,પર્યાવરણીય વિજ્ઞાન અને શહેરી વિકાસમાં મજબૂત બહત્પ–શાખાકીય શૈક્ષણિક પૃ ભૂમિ ધરાવે છે, જે ભારતના સીફડ ક્ષેત્રનાટકાઉ અને જવાબદાર વિકાસ માટે મૂલ્યવાન દ્રષ્ટ્રિકોણ લાવશે તેવી અપેક્ષા છે. તેમની કુશળતા ટકાઉ માછીમારી અને જળચરઉછેર, માળખાગત વિકાસ, મૂલ્ય ઉમેરણ, નિકાસ સ્પર્ધાત્મકતા, નવીનતા અને ભારતીય સીફડ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર વિસ્તરણ સંબંધિત પહેલોને વધુ મજબૂત બનાવવા માટે અપેક્ષિત છે.
તેમના નેતૃત્વ હેઠળ, એમપીઈડીએ ટકાઉ માછીમારી અને જળચરઉછેર મૂલ્ય શૃંખલામાં હિસ્સેદારો માટે ટકાઉપણુ,ં ગુણવત્તા ખાતરી,ટ્રેસેબિલિટી અને આજીવિકાટેકો સુનિશ્ચિત કરતી વખતે વૈશ્વિક સીફડ વેપારમાં ભારતનું સ્થાન વધારવા તરફના પ્રયાસોને વેગ આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application