BREAKING NEWS

ન્યાયાધીશોની રનિંગ કોમેન્ટ્રી રોકવી સહેલી નથી: કાનૂન મંત્રી

  • June 10, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અર્જુન રામ મેઘવાલે સીજેઆઈ સૂર્યકાંતની કોક્રોચવાળી ટિપ્પણી પર મૌન તોડુ,કહ્યું ન્યાયિક સ્વતંત્રતા સરકારને કોર્ટ કાર્યવાહીમાં દખલ કરતા અટકાવે છે ઉલ્લેખ કરતા, મેઘવાલે કહ્યું કે ચર્ચાઓ અને ટિપ્પણીઓ આવી રનીંગ કોમેત્રીનો એક ભાગ જ છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સરકાર વિવિધ અદાલતોમાં કેસોની સુનાવણી દરમિયાન ન્યાયાધીશો દ્રારા કરવામાં આવતી ટિપ્પણીઓમાં દખલ કરી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે આપણા બંધારણમાં ત્રણ સ્તંભો છે: કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્ર. બંધારણના અનુચ્છેદ ૫૦ મુજબ, આ ત્રણ અંગો સ્વતત્રં રીતે કાર્ય કરે છે, અને ન્યાયતંત્રની સ્વતંત્રતા આપણા લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે. આપણું બંધારણ સરકારને ન્યાયતંત્રને કોઈ નિર્દેશ આપવાની મંજૂરી આપતું નથી.અર્જુન રામ મેઘવાલએ વધુમાં જણાવ્યું હતું કે યારે ન્યાયાધીશો દલીલો સાંભળે છે, ત્યારે તેઓ ચોક્કસ ટિપ્પણીઓ કરે છે, જેને કાનૂની ભાષામાં રનીંગ કોમેન્ટ્રી  કહેવામાં આવે છે. ન્યાયતત્રં આ રનીંગ કોમેન્ટ્રી કેટલી હદે જાય છે તેના પર ધ્યાન રાખશે. મેઘવાલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ આની ટિપ્પણીઓને ઘણીવાર રાજકીય મુદ્દામાં ફેરવીને વહેતી કરી દે છે, જે વાજબી નથી. કેન્દ્રીય મંત્રીએ તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે વકીલોમાં નકલી ડિગ્રી ધારકોના વ્યાપ અંગેની તેમની ટિપ્પણીઓ સ્પષ્ટ્રતા કરી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે કેટલી ટિપ્પણી કરવી જોઈએ કે નહીં તે નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application