BREAKING NEWS

વ્યાજખોર ગેરેજ સંચાલકે ફ્લેટનું સાટાખત કરાવી લઇ રિવોલ્વર બતાવી ધમકી આપી

  • January 24, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના સેટેલાઈટ ચોક માં રહેતા યુવકએ ધંધાની જરૂરિયાત માટે વ્યાજ વટાવ નો ધંધો કરતા વ્યાજખોર પાસેથી ત્રણ લાખ રૂપિયા એડવાન્સ વ્યાજ કપાવી વ્યાજે નાણા લીધા બાદ સમયસર વ્યાજનો ચૂકવી શકતા જામીનગીરી માં ફરિયાદીની કાર તેમજ બે ચેક મેળવી લીધા બાદ ધમકાવી એક લાખ ઓનલાઇન મેળવી લીધા બાદ ધમકાવી યુવકના ફ્લેટનું સાટાખત કરાવી લીધા બાદ વધુ નાણાંની ઉઘરાણી કરી સાત જેટલા સાગરીતો સાથે ગેરેજે આવી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના સેટેલાઈટ ચોક આરાધના એપાર્ટમેન્ટ માં રહેતા ધર્મેશભાઇ પ્રકાશભાઇ સિધપુરા ઉ.વ.૨૮ વાળા ગેરેજ સંચાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં સ્પીડવેલ ચોક પાસે રહેતો હતો અને મારા મીત્ર રાજ તથા તેના મીત્ર એમ બધા ભાગીદારીમા બાપાસીતારામ ચોક નજીક મીસ્ટર મેક ડ્રાઈવ નામથી ગેરેજ ચાલુ કરેલ હોય ત્યા મારી ટાટા કંપનીની ઝેસ્ટ કાર રજી નં.GJ 27 એ એચ 1888 વાળી અવાર નવાર વોશ તેમજ રીપેરીંગ કરાવવા માટે જતો હોય જેથી ત્યા ગેરેજ ચલાવતા પ્રશાંત તરાવિયા સાથે મીત્રતા થયેલ હતી.


જેથી પ્રશાંતભાઈ તરાવિયા સાથે ગાઢ મીત્રતા થયેલ હોય બે એક મહીના પહેલા કાર વોસિંગ કરવા માટે પ્રશાંત તરાવિયાના મીસ્ટર મેક ડ્રાઇવ ગેરેજ ખાતે ગયેલ હોય ત્યારે પ્રશાંત તરવિયાને ધંધાના કામ બાબતે ૩,૦૦,૦૦૦ જરૂરીયાત હોવાની વાતચીત કરેલ હોય જેથી પ્રશાંત તરાવિયાએ કહેલ કે હુ વ્યાજે રૂપીયા આપુ પરંતુ તારે કોઇ વસ્તુ જામીનગીરી તરીકે આપવી પડે તેમ વાત કરેલ જેથી મે કહેલ મારી પાસે ગાડી છે જે હુ તમોને ગીરેવે આપુ અને ચેક આપુ તમે મને થોડા દીવસ માટે રૂપીયા આ પો તેમ વાત કરેલ હતી.


પ્રશાંત તરાવિયાએ કહેલ કે રૂપીયાની વ્યવસ્થા થાય ત્યારે તને જાણ કરૂ તેમ વાત કરેલ હતી બાદ તા-૧૮/૧૦/૨૦૨૫ ના રોજ બપોર પછી ચાર પાંચ વાગ્યે મને પ્રશાંત તરાવિયાએ ફોન કરી વાત કરેલ કે રૂપીયાની વ્યવસ્થા થઇ ગયેલ છે ગેરેજ આવી લઈ જાવ અને ગાડી ચેક આપી જાવ તેમ વાત કરેલ જેથી કાર લઇ ગેરેજ ખાતે ગયેલ અને ત્યા પ્રશાંત તરાવિયા અને ત્યા ગેરેજે કામ કરતા યશ લીંબાસીયા તથા કરણ પેથાણી હાજર હતા અને પ્રશાંત તરાવિયાએ મને ૨,૪૦લાખ રોકડા આપેલ જેથી કહેલ કે આપડે ૩,લાખની વાત થયેલ હતી જેથી તેઓએ કહેલ કે હું તમને ઓછા વ્યાજે રૂપીયા આપુ છુ જે ૫% લેખે વ્યાજના રૂ-૧૫ હજાર એડવાનસ કાપી લીધેલ છે તેમજ બાકીના ૪૫હજાર બે ત્રણ દીવસમા પુરા કરી દઈશ તેમ વાત કરેલ જેથી મેં પ્રશાંત તરાવિયા પાસેથી ૨,૪૦ લાખ રોકડા લીધેલ અને કાર તથા બે ચેક પ્રશાંત તરશવિયાને જામીનગીરી તરીકે આપી દીધેલ હતા.


બાદ એક મહીનો પુરો થતા પ્રશાંત તરાવિયાનો ફોન આવેલ અને મને વાત કરેલ કે રૂપીયા પહોચાડો જેથી કહેલ કે તમે બાકી રૂપીયા પુરા કરો તેવી વાત કરતા પ્રશાંતે કહેલ કે રૂ-૬૦ હજાર વ્યાજના જેતે વખતે ૨૦% લેખે કાપેલ હતા અને મહીનો પુરો થઇ ગયો હવે વ્યાજના રૂપીયા પહોંચાડો ૫% વ્યાજની વાતચીત થયેલ હતી એટલુ બધુ વ્યાજતો દઈ શકુ તેમ નથી તેવી વાત કરતા આ પ્રશાંત તરાવિયા એ મને કહેલ કે ગમે તેમ કરો વ્યાજ દેવુ જ પડશે તેમ વાત કરી ફોન કાપી નાખેલ હતો બાદ દરરોજ આ પ્રશાંત તરાવિયા એ મને ફોન કરી વ્યાજ સહીની રકમ પહોચડવા માટે સતત ફોન કરતા હોય જેથી મે તા-૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પ્રશાં તેના ખાતમા રૂ-૧,૦૦,૦૦૦/- ઓનલાઇન ગુગલ પે દ્રારા ટ્રાન્સફર કરેલ હતા.


બાદ પણ પ્રશાંત અવાર નવાર ફોન કરી મારી પાસે બાકીના મુદ્દલ રકમ વ્યાજ સહીત ચુકવવા માટે દબાણ કરતા હતા પરંતુ મારી પાસે રૂપીયાની વ્યવસ્થા હોય નહી જેથી હુ વાયદા આપતો હતો બાદ તા-૦૬/૧૨/૨૦૨૫ ના રોજ હુ સહકાર મેઇન રોડ શ્રીનગર મેઇન રોડ વિનાયક એવન્યુ ખાતે મારા રહેણાક મકાને થી સવારના દશેક વાગ્યે મારા પત્નિને શાપર ખાતે લેવા માટે જવાના હોય જેથી હુ ફલેટેથી પાર્કીંગ એરીયામા મારા બાઇક પાસે આવતા ત્યા પ્રશાંતના ગેરેજે કામ કરતા યશ લીંબાસીયા તથા કરણ પેથાણી બન્ને ત્યા ઉભા હતા.


તેઓએ પ્રશાંતના પિતા ગેરેજે બોલાવે છે થોડુ કામ છે રૂપીયા બાબતે વાતચીત કરવી છે જેથી મેં કહેલ કે મારે મારા પત્નિ તેડવા શાપર જવાનુ છે જેથી યશ લીંબસીયાએ પ્રશાંતને ફોન કરેલ અને મને વાતચીત કરાવતા પ્રશાંત મને કહે લ કે મારા પિતા ગેરેજે બેઠા છે રૂપીયા તુ ક્યારે આપવાનો છે તે બાબત રૂબરૂ ચર્ચા કરવી છે જેથી તારે આવવુ પડશે તેમ વાત કરેલ જેથી મે પ્રશાંતને કહેલ કે હુ મારી પત્નિને તેડી પછી આવુ તેમ વાત કરતા પ્રશાંતે કહેલ કે અત્યારે ગેરેજે આવ પછી જયા જવુ હોય ત્યા જાજે તેમ વાત કરી ફોન કાપી નાખેલ અને જેથી બાઇક લઇ તેમજ યશ લીંબાસીયા તથા કરણ પેથાણી બન્ને તેનુ મો.સા. લઇ એમ એમ બધા મારા ધર પાસેથી નીકળી પ્રશાંતભાઇના ગેરજે સાડા દશેક વા ગ્યે પહોચેલ હતા.


ત્યા ગેરેજે પ્રશાંતભાઈ તથા બે ત્રણ કસ્ટમર હાજર હતા બાદ પ્રશાંતે તેના પિતા શૈલેષભાઇને ફોન કરી ગેરેજે બોલાવતા તેઓ ગેરેજે આવેલ હતા બાદ ગેરેજે ઓફીસમા રૂપીયા પરત બાબતે વાતચીત થયેલ હતી,જેથી મે કહેલ કે હાલે રૂપીયા નથી બેએક મહીના બાદ રૂપીયા આપી દઈશ તેમ વાત કરતા પ્રશાંત તથા તેના પિતાએ જણાવેલ કે એટલા બધો સમય ન ચાલે અત્યારે જ દેવા પડશે જેથી મે કહેલ કે અત્યારેતો મારી પાસે રૂપીયાની વ્યવસ્થા નથી જેથી પ્રશાંત ના પિતા શૈલેષભાઇએ કહેલ કે તારા ફલેટનુ સાટા ખત કરી આપ બાદ રૂપીયા તારી રીતે ચુકવી દેજે તેમ વાત કરેલ જેથી મેં કહેલ કે સાટાખત ન થાય તેમ વાત કરતા પ્રશાંત તથા તેના પિતાએ કહેલ કે સાટાખત કરી દેવુ પડશે નહીતો રૂપીયા અત્યારે આપી દે તેમ વાત કરી મને જણાવેલ કે હાલ નીચે સાટાખતતો કરી દેવુ પડશે.


રૂપીયા દેવા પડશે તેમ વાત કરી નીચે લઇ ગયેલ ત્યા પ્રશાંત તથા તેના ગેરેજ કામ કરતા યશ લીંબસીયા તથા કરણ પૈથીયા હાજર હોય અને યશ લીંબાસીયા એ મને ઢીકા પાટુનો માર મારેલ અને સાટા ખત કરવા બાબતેનુ જણાવી બાદ પ્રશાંતના પિતા શૈલેષભાઇએ કહેલ કે તું હાલ મારી સાથે સાટાખત કરી આપ તેમ કહી મને તેના પ્રરાણે ધાક ધમકીથી મો.સા.મા બેસાડી મવડી ચોકડી ખાતે વકી લનો ઓફીસે સાટાખત કરવા માટે લઇ ગયેલ ત્યા આ પ્રશાંતભાઈએ બળજબરી પુર્વક મારા નાગેશ્વર સુમુતિ સાનિધ્ય-૨ મા આવેલ ફ્લેટનુ સાટાખત કરાવી લીધેલ બાદ બેએક વાગ્યે શૈલેસભાઇ મને પાછો ગેરેજ લઇ આવેલ બાદ મે કહેલ કે હવેતો મને ધરે જવા દયો મે સાટાખત કરી આપેલ છે.


જેથી શૈલેષભાઈએ કહેલ કે ના હજી તારૂ કામ છે તુ ભેસ તેમ વાત કરેલ બાદ થોડીવાર પછી પ્રશાંતના મીત્ર સાહીલ ગાજીપરા તથા તેની સાથે પ્રભાત આહીર તથા બે અજાણ્યા માણસો બ્લેક કલરની વરના કાર લઈ આવેલ અને સાહીલ ગાજીપરાએ મને કહેલ કે રૂપીયાનુ શુ થયુ તે મ વાત કરતા મે કહેલ કે શૈલેષભાઇ સાથે વાતચીત થઈ ગયેલ છે અને ફ્લેટનુ સાટાખત થઇ ગયેલ છે તેમ વાત કરતા સા હીલ ગાજીપરા તથા તેમની સાથે આવેલ પ્રભાત આહીર તથા તેની સાથે આવેલ માણસો મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ બાદ બપોરના ત્રણેક વાગ્યે સાહીલ ગાજીપરા તથા પ્રભાત આહીર તથા તેના સાથે આવેલ બે અજાણ્યા માણસો વર નો કાર લઈ જતા રહેલ હતા બાદ થોડીવાર પછી બ્લેક કરલરની વરના કાર લઇ યશ ખુંટ ગેરેજ ખાતે આવેલ બાદ યશ ખુંટે મને કહેલ કે હવે રૂપીયા મને દેવાના બીજા બધાને ભુલી જાજે તેમ વાત કરી યશ ખુંટે તથા ત્યા ગેરેજે કામ કરતા કરણ તથા યશ લીંબાસીયા તથા પ્રશાંત એમ બધા મને ઢીકા પાટુનો માર માર્યો હતો.


યશ ખુંટે કારમાંથી રીવોલ્વર જેવી બંદુક કાઢી મારા માથે રાખી મને કહેલ કે આટલી જ વાર લાગશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આ પી કહેલ કે રૂપીયા દેવા જ પડશે જેથી મેં કહેલ કે ફલેટનુ સાટાખત થઈ ગયેલ છે તમે શૈલેષભાઈ સાથે વાતચીત કરી લ્યો તેમ વાત કરતા આ બધા મને જેમ ફાવે તેમ ગાળા ગાળી કરવા લાગેલ જેથી મે આજીજી કરેલ બાદ મને રાત્રીના સાડા નવ દશેક વાગ્યે આ બધા લોકોએ જવા દીધેલ હતો બાદ હુ મારૂ મો.સા. લઇ જતો રહેલ બાદ આ બધા લોકે અમારા સમાજના આગેવાન દ્રારા સમાધાનની વાતચીત કરતા હોય પરંતુ મારે સમાધાન કરવુ નહતું.


જેથી ફરીયાદ કરવા માટે આવેલ હોય તો આ પ્રશાંતભાઈ, શૈલેષભાઇ તથા કરણ પેથીયા, યશ લીંબાસીયા તથા સાહીલ ગાજીપરા તથા પ્રભાત આહીર તથા યશ ખુંટ તથા બે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application