BREAKING NEWS

ઉપલેટાના નવા પીઆઈ ધાંધલે ચાર્જ સંભાળ્યો

  • April 03, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જીલ્લા પોલીસ વડા દ્રારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરતા ઉપલેટાના નવા પીઆઈ ધાંધલે ગઈકાલે સવારે ચાર્જ સંભાળ્યો હતો. નગરસેવકોએ તેમને આવકાર્યા હતા.
ઉપલેટાના પીઆઈ ભાવેશ પટેલની ધોરાજી બદલી થતાં તેમના સ્થાને જૂનાગઢ પીટીસી ટ્રેનીંગમાં ફરજ બજાવતા કાર્યદક્ષ અધિકારી એચ.એમ.ધાંધલને મુકતા ગઈકાલે સવારે નવા પીઆઈએ ચાર્જ સંભાળી લીધો હતો. ધાંધલ અગાઉ ભાયાવદરમાં પીએસઆઈ તરીકે અને ઉપલેટામાં પણ ફરજ બજાવી ચુકયા છે. ગુનેગારો ઉપર ખાસી એવી પકડ ધરાવતા અધિકારીઓમાં તેમની ગણના થાય છે. નવનિયુકત પીઆઈને આગામી તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે તે પડકાર સમાન છે. ગઈકાલે હાજર થયેલ પીઆઈ ધાંધલે ઉપલેટા નગરપાલિકા શાસન પક્ષના નેતા અશ્ર્વિનભાઈ લાડાણી, નગરસેવકો અજયભાઈ જાગાણી, જાગૃત નગરસેવક અનિશભાઈ ચણાએ આવકાર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News