આઇસીઆઇસીઆઇ બેંકની રાજકોટ તથા સૌરાષ્ટ્ર કચ્છની અલગ અલગ બ્રાન્ચમાં એક વર્ષ દરમિયાન અજાણ્યા ગ્રાહકો રૂપિયા 1.92 લાખની કિંમતની 602 બનાવટી ચલની નોટોધાબડી ગયા હતા. જે અંગે બેંકના મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
જાણવા મળતી વિગતો મુજબ, આઇસીઆઇસીઆઇના મોરબી રોડ શાખાના કરન્સી ચેસ્ટના બ્રાન્ચ મેનેજર સંદીપભાઈ ગુણવંતરાય ગંઢેચા (ઉ.વ. 40 રહે વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમને કરન્સી ચેસ્ટ મોરબી શાખા તથા સૌરાષ્ટ્ર કચ્છની આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેન્કની તમામ શાખાઓની જે નોટો આવે તે બેંકમાં કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા નોટનું ચેકિંગ કરી બનાવટી છે કે કેમ તેની તપાસ કરવાનું છે.
બનાવટી નોટો બેંકના ભરણામાં મળી આવી
તેમની રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છની શાખાઓમાં ઓક્ટોબર 2024થી ઓક્ટોબર 2025ના એક વર્ષના સમયગાળા દરમિયાન અજાણ્યા ગ્રાહકો દ્વારા કુલ રૂપિયા એક 1,92,050ની કિંમતની 602 જાલી નોટો ધાબડી ગયા હોવાનું તપાસ દરમિયાન માલુમ પડતા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બનાવટી નોટો બેંકના ભરણામાં મળી આવી છે. તેમાં 500ના દરની 292 નોટ, 200ના દરની 155, ૧૦૦ ની 146 અને 50 ના દર ની ૯ નોટ મળી આવી છે.