રાજકોટ શહેરના સામા કાઠે પેડક રોડ પર રહેતાં અને વેપારીએ પાયલ-જાંજર બનાવવા માટે સ્વ. ૧૪ લાનનું ચાંદી પોતાનો કારીગર હાજર ન હોઈ પોતાના મિત્રના કારીગરને આપતાં આ કારીગર એક પાયલનું સેમ્પલ બનાવી વેપારીને બતાવવા આવતાં પાછળ તેના ઘરે ગઈકાલે જ રાજસ્થાનથી કામ માટે આવેલા મામો-ભાણેજ એકલા હોઈ તે આ ૧૪ લાખની ચાંદી લઈ ભાગી ગયા હતાં. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ક્રાઈમ ભ્રાંચે આ બંન્નેને ઝડપી લઈ ચાંદી કબજે કરવા તજવીજ હાથ ધરી છે.પેડક રોડ બોમ્બે સુપર હાઈટ્સ ફલેટ નં. ૯૦૪માં રહેતાં બીજંશુભાઈ હિતેષભાઈ ગજેરા (ઉ.વ.૨૮) નામના ચાંદી-ઇમિટેશનનના વેપારી દ્વારા બી ડિવિઝન પોલીસ મવકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજસ્થાનના રાજસમદ જીલ્લાના મૈસા કા ગુડા ગામના ભેરુસિંહ રાજપૂત અને શંકરસિંહ રાજપૂતના નામ આપ્યા હતાં. બ્રીજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પટેલનગર શેરી નં.-૨, ટીવીએસના શો રૂમ પાછળ કુવાડવા રોડ ખાતે એમડી ક્રિએશન નામથી ચાંદી/ઈમિટેશનનાં દાગીના બનાવી વેપાર કરે છે. ૨૭મીએ સોમવારે ફરિયાદીનો રેગ્યુલર કારીગર હાજર ના હોઈ ઘરેણા બનાવવા માટે તેમણે તેના મિત્ર કિશનભાઈ સુરેશ ભાઈ રામાણી (રહે.-ત્રિવેણી સોસાયટી ગેઇટ-૧)ના કહેવાથી તેમના નિયમિત કારીગર ભાવેશભાઈ શિવલાલ સોનીને ઘરેણા બનાવવા ૯,૧૯૦ કિ.ગ્રા. ૬૦ ટચની ચાંદીનાં કાસ્ટીંગ-વેઈન-રેવા વજન કરી રૂબરૂ કારખાને બપોરના બારેક વાગ્યાના અરસામાં લેવા આવતા આપી હતી. આ ચાંદીમાંથી પાયલ (જાજર) બનાવવાના હતાં. બાદમાં ભાવેશભાઈ ફરિયાદીને સાંજે પાંચેક વાગ્યાની આસપાસ આ પાયલનું સેમ્પલ બતાવવા માટે આવ્યા હતાં. બાદ રાતના દરોક વાગ્યાની આસપાસ ભાવેશ ફરિયાદીની ઓફિસ પર ગભરાયેલી હાલતમાં આવ્યો હતો અને કહ્યું હતું કે, જે ચાંદી પાયલ બનાવવા માટે તમે મને આપી હતી તે ચાંદી સાંજના પાંચથી સાત વાગ્યાનાં અરસામાં મારી સાથે રહેતો ભેરુસિંહ રાજપુત તેમજ શંકર રાજપુત બંને હું અહિં તમને સેમ્પલ બતાવવા આવ્યો ત્યારે બંને જણા લઈને મારા ઘરને તાળુ મારી ચાંદી લઈ નીકળી ગયા છે. જેવી વેપારીએ રૂ.૧૪ લાખની ચાંદી ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.અને બીજી તરફ લાખાની ચોરી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસ હાથ ઘરી છે. પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ.વી. ચુડાસમા તથા ટીમે ચાંદી લઈ ભાગી જનાર રાજસ્વાની મામા-ભાણેજ ભેરુસિંહ રાજપૂત અને શંકરસિંહ રાજપૂતને રાજસ્વાનથી ઝડપી લઈ ચાંદી કબજે કરવા તપાસ હાથ ઘરી છે...