જામકંડોરાણાની સ્થાનિક ફોફળ નદી તેમજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્રારા સાદી રેતીનું બેફામ અને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર વિગતો સામે આવી છે. કુદરતી સંપત્તિની ખુલ્લ ેઆમ લૂંટ થઈ રહી હોવા છતાં જવાબદાર તત્રં આ બાબતે સંપૂર્ણપણે આખં આડા કાન કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ ગેરકાયદેસર ખનન અંગે જામકંડોરાણા, ધોરાજી અને રાજકોટના ખાણ–ખનીજ વિભાગ તેમજ લાગુ પડતી સરકારી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિકો અને અરજદારો દ્રારા વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, આજદિન સુધી આ ખનન માફિયાઓ સામે કોઈ નક્કર કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ અકળ કારણોસર અધિકારીઓનો હાથ આ ભૂમાફિયાઓ સુધી પહોંચી શકતો નથી. તંત્રની નબળી કામગીરી વચ્ચે એક ચોંકાવનારો આક્ષેપ પણ સામે આવ્યો છે. ખનન સ્થળે યારે અધિકારીઓ પહોંચે છે, ત્યારે કાયદેસરના પગલાં ભરવાને બદલે અમુક અધિકારીઓ અરજદારોના મોબાઈલમાંથી ખનન સમયના લાઈવ વીડિયો અને ફોટાઓ બળજબરીપૂર્વક ડીલીટ કરાવી નાખે છે. આ પુરાવા સોશિયલ મીડિયા કે ઉચ્ચ કક્ષાએ વાયરલ ન થાય તે માટે મોબાઈલના ડિલીટ ટ્રેસમાંથી પણ ડેટા સાફ કરાવી નાખવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને શંકાસ્પદ ભૂમિકાને જોતા હવે આગામી દિવસોમાં નિર્લિ રાય સમક્ષ આ સમગ્ર કૌભાંડની રજૂઆત કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે. જો આ ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કરશે, તો મોટા ગેરકાયદેસર રેતી ખનન રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. કુદરતી નદીઓના અસ્તિત્વને જોખમમાં મૂકતા આ ગેરકાયદેસર ખનનને તાત્કાલિક રોકવામાં આવે અને ભ્રષ્ટ્ર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે