BREAKING NEWS

દક્ષિણ ચીન સમુદ્રમાં અડધા કલાકમાં જ યુએસ નેવી હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ

  • October 27, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દક્ષિણ ચીન સમુદ્રમાં ગઈકાલે અડધા જ કલાકના અંતરે બે દુર્ઘટના સર્જાઈ હતી. યુએસ નેવીનું એક હેલિકોપ્ટર અને એક ફાઇટર જેટ રહસ્યમય રીતે ક્રેશ થયું. વોશિંગ્ટને અહેવાલ આપ્યો છે કે રવિવારે નિયમિત કામગીરી દરમિયાન આ અકસ્માતો થયા હતા. હેલિકોપ્ટર અને જેટના પાઇલોટ્સ સમયસર બચી ગયા અને પોતાનો જીવ બચાવ્યો. એક સત્તાવાર નિવેદન અનુસાર, "બેટલ કેટ્સ" તરીકે ઓળખાતું એમએચ 60આર હોક હેલિકોપ્ટ દક્ષિણ ચીન સમુદ્રમાં ક્રેશ થયું હતું જે બાદ એક ફાઇટર જેટ પણ ક્રેશ થયું. આ ઘટનામાં ચીનના હાથની શંકાઓ લોકો દર્શાવી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, 26 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે 2:45 વાગ્યે હોક હેલિકોપ્ટર દક્ષિણ ચીન સમુદ્રમાં ક્રેશ થયું હતું. તે વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ પરથી ઉડાન ભરી હતી. તેમાં સવાર ત્રણેય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.


હેલિકોપ્ટર દુર્ઘટનાના લગભગ અડધા કલાક પછી, એક ફાઇટર જેટ પણ ક્રેશ થયું. આ જેટ પણ તે જ વિમાનવાહક જહાજ પરથી ઉડાન ભરી હતી. નિવેદન મુજબ, બોઇંગ એફ/એ-18એફ સુપર હોર્નેટ વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ સમુદ્રમાં ક્રેશ થયું હતું.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રથમ એશિયન પ્રવાસ પર છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ ઘણા એશિયન દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ વર્ષની શરૂઆતમાં, એક અમેરિકન વિમાન ક્રેશ થયું હતું. તે મધ્ય એશિયા ઓપરેશનમાં ભાગ લઈ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application