યુએસમાં મસ્જિદ પર બે કિશોરનું આડેધડ ફાયરિંગ, પાંચ લોકોનાં મોત
યુએસમાં મસ્જિદ પર બે કિશોરનું આડેધડ ફાયરિંગ, પાંચ લોકોનાં મોત
May 19, 2026 02:47 PM
અમેરિકાના સાન ડિએગોની સૌથી મોટી ગણાતી મસ્જિદમાં હત્પમલો થયો છે. બે કિશોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યેા હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં આ બન્ને હત્પમલાખોરોએ એક વાહનમાં બેસી પોતાને ગોળી ધરબીને આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની કાર્યવાહી શ કરી છે. સાન ડિએગોના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ માર્ક રેમિલીએ જણાવ્યું હતું કે બે કિશોરે પહેલા એક મસ્જીદ પર ફાયરીંગ કયુ હતું અને આ શંકાસ્પદો પાછળથી સાન ડિએગોના ઇસ્લામિક સેન્ટર નજીક એક વાહનની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. સાન ડિએગો પોલીસ ચીફ સ્કોટ વાહલે જણાવ્યું હતું કે ૧૭ અને ૧૯ વર્ષના બે કિશોરોએ પોતાને ગોળી મારી હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યકિતએ તેના ઘરેથી બંદૂક લીધી હતી. તેણે તેના ઘરે એક સુસાઇડ નોટ પણ છોડી હતી, જેમાં વંશીય ટીપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ઘટનામાં ઉપયોગમાં લેવાતા હથિયારોમાંથી એક પર નફરતભયુ ભાષણ લખેલું મળી આવ્યું હતું.તેમણે કહ્યું કે યારે અધિકારીઓ સવારે ૧૧:૪૫ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા.