યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં નાટો ચીફ સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે ઈરાન સામેની લડાઈમાં ટ્રાન્સ–એટલાન્ટિક એલાયન્સ તરફથી સમર્થન ન મળવાથી તેઓ નિરાશ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં નાટો ચીફ માર્ક ટ સાથે મળ્યા હતા. બેઠક દરમિયાન, તેમણે નાટો સભ્યોના વલણથી નિરાશા વ્યકત કરી હતી જેઓ લડાઈમાં યુએસ સાથે જોડાયા ન હતા. તેમણે સ્પેન, જર્મની અને અન્ય દેશોની નામ લઈને ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે યુએસ કાર્યવાહીમાં અમને યુરોપિયન સમર્થન મળ્યું નથી. તેમણે ખુલ્લેઆમ ઘણા દેશોના નામ લઈને ટીકા કરી. તેમણે કહ્યું, સ્પેનનું વલણ ખૂબ જ ખરાબ છે.
અમને નાટો તરફથી વફાદારીની જરૂર : ટ્રમ્પ
ટ્રમ્પે વધુમાં કહ્યું, અમે અમારા મોટાભાગના નાટો સાથીઓથી નિરાશ છીએ. તેઓ કઈં કરવા માંગતા નથી. તેઓ વિચારે છે કે તેમને બધું મફતમાં મળશે, પરંતુ એવું નથી. અમને તેમના તરફથી વિશ્વાસની જર છે. અમને તેમના પૈસા, તેમના સૈનિકો અથવા અન્ય કંઈપણની જર નથી. અમારી પાસે વિશ્વની સૌથી શકિતશાળી સૈન્ય છે. અમને વફાદારીની જર છે.અમે હંમેશા તેમના માટે લડીએ છીએ. અમારી પાસે યુકે અને સમગ્ર યુરોપમાં હજારો સૈનિકો તૈનાત છે. અમારી પાસે ફકત જર્મનીમાં ૫૦,૦૦૦ સૈનિકો છે. અમે સતત તેમને મદદ કરી રહ્યા છીએ, પરંતુ જો તેઓ મદદ ન કરે, તો તે યોગ્ય વલણ નથી.નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ૭૭ વર્ષ જૂના નાટો જોડાણ છોડવાનો સંકેત આપી રહ્યા છે. જોકે, માર્ક ટે ટ્રમ્પની પ્રશંસા કરી હતી. એવું માનવામાં આવે છે કે તેઓ આવતા મહિને તુર્કીમાં નાટો નેતાઓની શિખર સંમેલન પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મનાવી લેશે.ટ્રમ્પ સતત નાટોની ટીકા કરે છે, પરંતુ ઈરાન સાથેના સંઘર્ષ પછી તેમની નારાજગી વધી ગઈ છે. મોટાભાગના નાટો સભ્યોએ ઈરાન યુદ્ધમાં અમેરિકાને ટેકો આપવાનું બધં કરી દીધું હતું અને યુદ્ધની પણ ટીકા કરી હતી. યુરોપિયન દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ટ્રમ્પની અપીલને પણ અવગણી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application