અમદાવાદના ૫૪ વર્ષ જૂના સુભાષ બ્રિજમાં તિરાડો પડતા હડકંપ: સલામતી માટે પાંચ દિવસ બ્રિજ બંધ
અમદાવાદના ૫૪ વર્ષ જૂના સુભાષ બ્રિજમાં તિરાડો પડતા હડકંપ: સલામતી માટે પાંચ દિવસ બ્રિજ બંધ
December 05, 2025 11:03 AM
અમદાવાદના ધોરી બ્રિજ ૫૪ વર્ષ જૂના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે વહીવટી તંત્રમાં હડકમ મચી ગયો છે. સુરક્ષાના કારણોસર આ બ્રિજને પાંચ દિવસ માટે બધં કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા લેવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન બ્રિજની મરામત અને ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવતા અમદાવાદમા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા અને શહેરના પ્રવેશદ્રાર સમાન ૫૪ વર્ષ જૂના સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા તાત્કાલિક ધોરણે પાંચ દિવસ માટે બધં કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને તરફનો એક સ્પાનનો ભાગ બેસી જવાને કારણે બ્રિજ મધ્ય ભાગમાંથી નમી ગયો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.આ કામગીરીના ભાગરૂપે, સુભાષ બ્રિજની નીચેના ભાગમાં આવેલા રિવરફ્રન્ટના બંને તરફના માર્ગેાને પણ વાહનવ્યવહાર માટે બધં કરી દેવામાં આવ્યા છે.વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનચાલકો રિવરફ્રન્ટના આ માર્ગનો ઉપયોગ કરતા હતા, તેઓ હવે પોલીસ ચોકી તરફના માર્ગે જઈ શકશે. ટ્રાફિક પોલીસ દ્રારા આ વિસ્તારમાં જરી માર્ગદર્શન અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.