બેડી ચોકડી પાસે અકસ્માત બાદ ચાર કલાક સુધી ટ્રાફિકજામ થયો
બેડી ચોકડી પાસે અકસ્માત બાદ ચાર કલાક સુધી ટ્રાફિકજામ થયો
March 30, 2026 04:55 PM
રાજકોટશહેરના બેડી ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાવાની સમસ્યાઓ વારંવાર થતી રહે છે. ત્યારે આજરોજ સવારના ફરી અહીં કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રેલર સાથે થયેલા સામાન્ય અકસ્માત બાદ અહીં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસે અહીં પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. પરંતુ અંદાજિત ચાર કલાક સુધી ટ્રાફિકજામ રહેતા રોડ પર બે–બે કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. જાણવા મળતી વિગતો મુજબ, શહેરના બેડી યાર્ડ પાસે બેડી ચોકડી નજીક આજરોજ સવારના સુમારે સવારના સુમારે સાત વાગ્યે મોરબી તરફથી આવી રહેલા ટ્રેલર અને અન્ય વાહન સાથે સામાન્ય ટક્કર થઇ હતી. અકસ્માતની આ ઘટના બાદ ટ્રેલર ફસાઇ ગયું હતું. જેના પગલે બેડી ચોકડીથી યાર્ડ સુધી અને ચારે તરફ રોડ પર બે–બે કિ.મી સુધી વાહનોની કતારો લાગી હતી.અકસ્માતની આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસે તાકીદે અહીં પહોંચી ટ્રાફિક કલિયર કરાવ્યો હતો. અંદાજિત ચાર કલાક સુધી અહીં ટ્રાફિકજામના લીધે અહીં ફસાયેલા વાહનચાલકો ભારે અકળાયા હતાં. અહીં વારંવાર આ રીતે ટ્રાફિકજામની સમસ્યા થતી હોય વાહનચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.