આજે ભારતીય રેલવે દિવસ: ૧૮૫૩માં ટ્રેનોની વરાળ એનિજનો જોડી શરૂઆત કરાઈ હતી
આજે ભારતીય રેલવે દિવસ: ૧૮૫૩માં ટ્રેનોની વરાળ એનિજનો જોડી શરૂઆત કરાઈ હતી
April 16, 2026 08:12 PM
રાજકોટ આજનો દિવસ ભારતીય રેલવે માટે મહત્વનો દિવસ છે. આજથી ૧૭૩ વર્ષ પહેલાં ૧૬ એપ્રિલ ૧૮૫૩માં ભારતમાં રેલવેની પ્રથમ શરૂઆત શાહિદ, સિંઘ અને સુલતાન નામનાં ત્રણ વરાળ એન્જીનોં જોડીનેં કરવામાં આવી હતી. બોરીબંદરથી થાણે વચ્ચે બ્રોડગેઝ લાઈનપર ૧૭ મિનિટ દોડેલી આ રેલવેમાં જોડેલી ૧૪ બોગીમાં ૪૦૦ મુસાફરોએ મુસાફરી કરી હતી. આમતો વિશ્વમાં રેલવેની શરૂઆત ૧૮૨૫ પહેલાં થઈ હતી તેમ કહી શકાય. તે વખતે સૌ પ્રથમ ઘોડા સાથે બાંધીને પાટા પર બોગી દોડાવવામાં આવતી હતી. પરંતુ જ્યોર્જ સ્ટીફન્સન અને તેનાં પુત્ર રોબર્ટ દ્વારા વરાળ એન્જિનની શોધ થયા બાદ ૧૮૩૦માં લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર કંપની દ્વારા વિશ્વની પ્રથમ ટ્રેન ઇંગ્લેન્ડનાં લિવરપુલ અને માંચેસ્ટર શહેર વચ્ચે દોડાવવામાં આવી હતી. ભારતમાં ૧૮૪૯માં મુંબઈ કલકત્તા વચ્ચે રેલવે લાઇન ચાલુ કરવા માટે દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી હતી. અને ૧૮૫૩માં ભારતના શહેરોનેં રેલ્વે દ્વારા જોડવાનું ડેલહાઉસીનું સપનું સાકાર થયું હતું. ગુજરાતમાં ૧૮૬૩માં અમદાવાદ સુરત વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈના ગવર્નર લોર્ડ રે ના હસ્તે જુનાગઢ રાજ્યમાં પણ ૧૧ ડિસેમ્બર ૧૮૮૬ માં રેલવે લાઈનનું ખાત મુહર્ત કરીને ૧૯ જાન્યુઆરી ૧૮૮૮ ના દિવસે જુનાગઢ અને વડાલ વચ્ચે વૃક્ષોના પાંદડાઓ અને વાવટાઓથી શણગારેલી પ્રથમ રેલગાડી દોડાવી હતી. આ પ્રથમ ટ્રેનની ખુશીમાં જૂનાગઢનાં નવાબે ગરીબો અને રેલવેનાં મજૂરોને મોટા પ્રમાણમાં દાન અને બક્ષીસો આપી હતી. આવી હતી. જૂનાગઢનાં એ નવાબી કાળમાં ૧૯૧૦માં શાપુર થી વંથલી માણાવદર, બાંટવા, અને સરાડીયા સુધીની રેલ્વે લાઈન પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ૧૯૮૩માં સોરઠમાં થયેલી ભયંકર પૂર હોનારતમાં આ લાઈનનું મેઘપુર પાસે ધોવાણ થઈ ગયું હતું. એનું સમારકામ કરવામાં ન આવતાં ધીમે ધીમે આખી લાઈન નષ્ટ થઈ જતાં. તે લાઈન બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૪૬ કિલોમીટરની આ લાઈન પુન:સ્થાપિત કરવા માટે બાંટવા, માણાવદર, વંથલી ની જનતાએ અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. તે વખતે તત્કાલીન મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી દ્વારા આ લાઈન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે ૩૬૪ કરોડનું એસ્ટીમેન્ટ કાઢી બજેટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૦ સુધીમાં માં ત્રણ વખત સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી વાત આગળ વધી ન હતી. એકાદ દાયકા પછી ફરીવાર બાંટવા અને આસપાસના ગામોનાં વેપારીઓ અને જનતા દ્વારા આ બાબતે સળવળાટ શરૂ થયો હતો અને એક બીન રાજકીય આંદોલન શરૂ થયું હતું. બાંટવા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જે સંપૂર્ણ સફળ રહ્યું હતું. લાઈન પુનઃ સ્થાપિત કરવા સરકારે સતાવાર જાહેરાત કરી હતી..