BREAKING NEWS

ગરૈયા કોલેજ ત્રંબા ખાતે ગુરૂવારી ભાગવત સપ્તાહનું આયોજન

  • April 21, 2026 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગરૈયા પરિવાર દ્વારા તા.૨૩-૪ થી ૨૯-૪ સુધી સાત દિવસ ગરૈયા કોલેજ કેમ્પસ કાળીપાટ ત્રંબા ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. વ્યાસપીઠ ઉપર ઉમરાળા વાળા હાલ સુરત નિવાસી શાી  પંકજ જાની બિરાજશે તા સંગીતમય શૈલીી ભાગવત કાનું રસયાન કરવાશે. દરરોજ બપોરે તા સાંજે પ્રસદિનું આયોજન કરેલ છે. રોજ રાત્રે અવનવા અલગ-અલગ દિવસે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. જેમાં તા.૨૩-૦૪ના રોજ સવારે ૮ કલાકે પોીયાત્રા, તા.૨૫-૪ને શનિવાર રાત્રે ૯ કલાકે રાજભા ગઢવીનો લોકડાયરો તા સંતની પધરામણી શે. તા.૨૫-૪ રાત્રે ગુલાબદાન બારોટ તા લોક સાહિત્યકાર પ્રવીણભાઈ આહિરનો કાર્યક્રમ, તા.૨૭-૪ી ૨૯-૦૪ ત્રણ દિવસ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની પધરમણી. દરરોજ રાત્રે અલગ અલગ દિવસે ગીતા પ્રવચન, સુંદરકાંડના પાઠ તા મહારાસ જેવા કાર્યક્રમો યોજાશે.ગરૈયા પરિવાર દ્વારા ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવેલ છે અને કરિયાવર આપવામાં આવેલ છે તા આહિર સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને ફ્રીજ આપવામાં આવેલા હતા. ગરીબ બાળકો ને શિક્ષણમાં પણ સતત મદદ કરે છે, અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પો પણ પરિવાર દ્વારા કરવામાં આવે છે, કાળીપાટ માં આવેલ બી.જી. ગરૈયા હોસ્પિટલ પણ આ ગરૈયા પરિવાર ચલાવે છે. તા બી.જી. ગરૈયા હોસ્પિટલ દ્વારા ગરીબ લોકો ને સંપૂણ રાહત દરે ઓપરેશનો કરી આપવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગ માં સર્વે ધર્મ પ્રેમીઓને પધારવા વનરાજભાઈ બચુભાઈ તા રામભાઈ ગરૈયા તા એભલભાઈ ગરૈયા તા મનોજભાઈ ગરૈયા તા મેહુલભાઈ ગરૈયા છે આમંત્રણ પાઠવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application