BREAKING NEWS

તારા માતાપિતાને કહેજે દેહેજ પેટે ૩ લાખ આપે પછી જ ઘરે આવજે કહી, પરિણીતાને કાઢી મૂકી

  • December 17, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલમાં દેવપરા મેઇન રોડ પર રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા માવતરેથી દહેજમાં રૂપિયા ત્રણ લાખ લાવવાનું દબાણ કરી તેને ઘરેથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પરિણીતાના પતિ, સાસુ, જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, હાલ પડધરીમાં સતવારા શેરી વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતા સમીનાબેન (ઉ.વ. 33 ) દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં દેવપરા મેઇન રોડ તરકોસી કુવા પાસે જલારામ બેકરીની બાજુમાં નૂરવેલ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ તૌસીફ અમીનભાઈ કંડોળા, સાસુ અફસાનાબેન અમિનભાઈ કંડોળા, જેઠ આસિફભાઇ અમીનભાઈ કંડોળા અને જેઠાણી સીમાબેન આસિફભાઇના નામ આપ્યા છે.



પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન થયાના બે મહિના બાદથી પતિ સહિતના સાસરિયાઓ દહેજ સહિતની બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. પરંતુ તેણીને ઘર સંસાર ચલાવવો હોય જેથી તે આ મૂંગા મોઢે સહન કરતી હતી. સાસરીયાઓએ અવારનવાર દહેજ બાબતે પરિણીતાને હેરાન પરેશાન અને માથાકૂટ કરી ગાળો આપી હતી.


પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તે જ બાબતે સાસરીયાએ ઝઘડો કરી તારા માતા-પિતાએ તને દહેજ પેટે કરિયાવરમાં કંઈ આપ્યું નથી જેથી હવે તને ઘરમાં રહેવા દેવી નથી. તું તારા માવતરના ઘરે જતી રહે અને તારા માવતરે જઈ તારા માતા-પિતાને કહેજે કે પહેલા દહેજ પેટે રૂ. 3 લાખ આપો અમારે બીજું મકાન લેવું છે અને આ દહેજના રૂપિયા લઈને તું અહીં ઘરે પાછી આવજે તેમ કહી ત્રણ લાખ દેહજની માંગણી કરી પરિણીતાને કાઢી મૂકી હતી. બાદમાં પરિણીતા અહીં પડધરીમાં માવતરના ઘરે રહેવા આવી ગઈ હતી. સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ સાસરીયાપક્ષોએ કોઈ દરકાર ન લેતા અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન. એસની કલમ 85, 352, 54 તથા દહેજ પ્રતિબંધક દ્વારા કલમ ૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.એચ. ઝાલા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application